ગાંધીનગરમાં ચકચાર મચાવનારા બિલ્ડર પુત્રના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રએ માત્ર લગ્નના ૧૨ થી ૧૩ દિવસની અંદર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને આ યુવકની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. તો હવે પોલીસે આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે.

ગાંધીનગરના બિલ્ડર પુત્રના જીવન ટૂંકાવવાના કેસમાં નવા વળાંકો સામે આવ્યા છે. પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ તથા અંતિમ ચિઠ્ઠીના આધારે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસે ચારેય શખ્સોની શોધખોળ શરુ કરી દીધી છે. ઈન્ફોસિટી પોલીસે કલ્પેશ પટેલ, મનીષ પટેલ, ક્રિશાલ પટેલ, મહિપાલસિંહ નામના શખ્સો સામે ફરિયાદ નોંધી છે. બિલ્ડર પુત્ર ઋષભ પટેલની અંતિમ ચિઠ્ઠીના આધારે પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં પૈસા બાબતે જાહેરમાં માર મારતા યુવક ઋષભ પટેલે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઋષભ પટેલના પરિવારજનોએ દાવો કર્યો છે કે, બિલ્ડરના દીકરા તથા પૂર્વ કાઉન્સિલર તારા પટેલના દીકરા મનીષ પટેલ દ્વારા પૈસાની લેતીદેતીના મુદ્દે ઋષભનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે આ ત્રાસથી કંટાળી યુવકે જીવન ટૂંકાવવાનો પગલું ભર્યું. આ ચારેય આરોપીઓ ઋષભના સસરાના પરિચિતો છે અને ચાર આરોપી પૈકીનો એક શખ્સ મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આ ચારેય શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી એકની ધરપકડ પણ કરી લીધી છે. જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગરના સુઘડ ખાતે રહેતા અને કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલે લગ્નજીવનના 13 દિવસમાં જ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની કારની ડેકીમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી બે પાનાંની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી . આ અંગે મૃતકના પિતા પ્રવીણ પટેલે ફરિયાદ નોંધાવી છે કે તેઓ સાંનિધ્ય હાઇટસ નામથી કન્સ્ટ્રકશન સાઇટ ચલાવે છે. તેમના મોટા પુત્ર ઋષભ કરાઇ ખાતેની કન્સ્ટ્રકશન સાઇટ સંભાળતો હતો. ઋષભના લગ્ન તા. 12 જાન્યુઆરીના હેલી સાથે થયા હતા. 25મી જાન્યુઆરીએ ઋષભ ઘરેથી બપોરના આશરે સાડાબારેક વાગે જમીને પોતાની સાઈટ પર ગયો હતો. બાદમાં પોતાની ક્રેટા ગાડી નરોડા ખાતે સર્વિસ સેન્ટર ખાતે લેવા ગયો હતો. બાદ સાંજના રાત થવા આવી છતાં ઋષભનો મોબાઈલ સ્વિચ ઓફ આવતાં સગાંસંબંધીઓએ મોડીરાત સુધી તેની શોધખોળ કરી હતું, પરંતુ ઋષભનો કોઈ પત્તો લાગ્યો નહોતો.






.jpg)








