આખરે "ઓપરેશન જંગલેશ્વર" આજે થયું પૂરું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-24 20:43:39

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે.  મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.  રાજકોટનું જંગલેશ્વર ડિમોલિશન આજે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યું છે. ગઈકાલથી ત્યાં ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને ૭ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો હતો. જેમાં કુલ ૪૨ ટીમો કાર્યરત હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એક પણ અનિચ્છનીય બનાવ ના બને તે રીતે , આખો વિસ્તાર ખુલ્લા મેદાનમાં ફેરવાઈ ગયો છે. રાજકોટના જંગલેશ્વર ખાતે ડિમોલિશન કરીને , સરકાર દ્વારા અસામાજિક તત્વોને કડક સંદેશો આપવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ પરના ૧૧ હિસ્ટ્રીશીટરોના બાંધકામ જમીન દોસ્ત કરવામાં આવ્યા છે. ગુનાહિત પ્રવૃતિઓથી ઉભા કરાયેલા ૮ આલીશાન બંગલા તોડી પાડવામાં આવ્યા છે. નદીના પટ્ટમાં જે ગેરકાયદેસર ઓરડીઓ બનાવીને ભાડે આપવામાં આવી હતી તેને પણ તોડી નખાઈ છે. 

Demolition underway in Jangleshwar

અસામાજિક તત્વોની વાત કરીએ તો , સમીર ઉર્ફે સંજય ઉર્ફે સંજલો જાવિદ જુનેજા જે ૧૨ ગુનામાં સંડોવાયેલો હતો. હાલમાં તે GUJSITOC અંતર્ગત જેલમાં છે. તેની ૧૬ ઓરડીઓ તોડી પડાઈ છે. આ ઉપરાંત , અન્ય એક આરોપી જેનું નામ છે , સમીર ઉર્ફે મરઘો યાસીન પઠાણની ત્રણ ઓરડીઓ તોડી પડાઈ છે. જેની પર પણ અત્યારસુધીમાં ૧૪ ગુનાઓ લાગેલા છે, બે વખત પાસામાં જઈને આવેલો છે. હાલમાં તે GUJSITOKમાં જેલમાં છે. આ ઉપરાંત , અન્ય ગુનેગારોની વાત કરીએ , તો ૧૭ ગુનામાં સંડોવાયેલ આશિષ ઉર્ફે ગંધારાનું એક મકાન અને દિનેશ જીવાની એક ઓરડી તોડી પડાઈ છે. ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા પછી હવે , કાટમાળ ખસેડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ગઈકાલે ૧૦૦૦ મેટ્રિક ટન અને આજે ૨૫૦૦ મેટ્રિક ટન જેટલો કાટમાળ ખસેડવામાં આવ્યો છે. હાલમાં જ આ કાટમાળ દેવપરા વિસ્તારમાં એક ખાનગી પ્લોટમાં એકત્રિત થયો છે , જ્યાંથી આ પછી મનપાની ડમ્પિંગ સાઈટ પર લઇ જવામાં આવશે. 

Rajkot Launches Demolition Drive, Nearly 1,400 Illegal Homes to be Razed

જંગલેશ્વર ખાતે ડિમોલિશન પૂર્ણ થતા જ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને DCP બાગરવાએ ફૂટ માર્ચ કરી હતી. આ આખી કામગીરી દરમ્યાન , ૪ DCP , ૧૭ ACP , ૩૫ PI , ૧૪૦ PSI , ૧૦૦૦ પોલીસ જવાન ખડે પગે રહ્યા હતા. ડિમોલિશનની કામગીરી દરમ્યાન , કાટમાળ ધરાશાયી થતા , કોર્પોરેશનનો એક કર્મચારી માંડ માંડ બચ્યો હતો.ડિમોલિશનની કામગીરી સમયે મહિલા સહીત બે વ્યક્તિઓને ઇજા પણ પહોંચી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે