જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-26 20:59:02

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

Jeegeesha Patel (@jeegeesha.patel.5) • Facebook

ગોંડલમાં પાટીદાર આગેવાન જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલ સીટી પોલીસ મથકે ૫ મહિલાઓ સહીત ૯ વ્યક્તિની સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે મુખ્ય બે મહિલા આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાંથી એકનું નામ છે , ક્રિષ્ના રાવલ તેમજ યોગિતા ઉર્ફે દ્રષ્ટિ વિંઝુડાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસ દ્વારા આ હુમલામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આપના નેતા જિગીષા પટેલ પર થોડાક સમય અગાઉ હુમલો થતા ચકચારી મચી ગઈ છે . જયારે તેઓ ગોંડલના ભગવતપરા વિસ્તાર પાસે સરગમ પાર્ક કે જે ઘોઘાવદર રોડ પર આવેલું છે ત્યાં , પાણી અને રસ્તાના પ્રશને મુલાકાતે ગયા હતા.  તેઓ જેવા જ  સ્થળ પર પહોંચ્યા ત્યારે જ એક મહિલા દ્વારા જિગીષા પટેલની ગાડી પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. તેમની ગાડીને તો નુકશાન થયું છે જ સાથે જ જિગીષા પટેલ પણ ઈજાગ્રસ્ત થયા હતા . આ પછી જિગીષા પટેલને ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પછી , પોલીસ દ્વારા જિગીષા પટેલનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. 

પોલીસની આ કાર્યવાહી ખુબ દબાણ પછી સામે આવી છે. જિગીષા પટેલ પર હુમલાનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. વિસાવદરના MLA ગોપાલ ઇટાલિયા અને દેદિયાપાડાના MLA ચૈતર વસાવા દ્વારા જિગીષા પટેલ પર જે હુમલો થયો તેને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ આ સમગ્ર મુદ્દે , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળીને રજુઆત કરવાની વાત પણ કરી હતી. આ પછી ,લાંબા સમય પછી ગોંડલ પોલીસ દ્વારા ૯ની સામે FIR નોંધવામાં આવી હતી. અને આજે , બે મહિલા ક્રિષ્ના રાવલ તેમજ યોગિતા ઉર્ફે દ્રષ્ટિ વિંઝુડાની ધરપકડ કરવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે