કોંગ્રેસ અને આપના ગઠબંધનના ભરતસિંહ સોલંકીના નિવેદન પર આલોક શર્માએ આપ્યો ખુલાસો


  • Published By :
  • Published Date : 2022-11-03 17:38:05

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે  ચૂંટણીનો જંગ જામવાનો છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે પ્રજા વિરોધી ભાજપ પાર્ટીને હરાવવા માગતા હોય તેમનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત છે. પ્રજાના રક્ષણ માટે ભાજપને હરાવવા માગતી આમ આદમી પાર્ટી પણ જો કોંગ્રેસમાં જોડાય તો તેનું સ્વાગત છે.      


આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની કરી વાત 

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. 2 તબક્કામાં મતદાન થવાનું છે. દરેક પાર્ટી અલગ અલગ રીતથી પોતાનો પ્રચાર કરી રહી છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. ગુજરાત ગૌરવ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી રહી છે ત્યારે કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા કરી પોતાનો પ્રચાર કરી રહી છે. પોતાના પ્રચાર દરમિયાન પોતાના સંબોધનમાં નેતાઓ એવી વાત કરી દેતા હોય છે જે ચર્ચાનો વિષય બની જાય છે. પરિવર્તન યાત્રા દરમિયાન તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન કરવાની વાત કરી હતી જે બાદ રાજકારણ ગરમાયું છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે પ્રજાના રક્ષણ માટે ભાજપને હરાવવા માગતી આમ આદમી પાર્ટી પણ જો કોંગ્રેસમાં જોડાય તો તેનું સ્વાગત છે.  

Alok Sharma, Congress, PM Modi, Ahmedabad | पीएम मोदी के भाषणों पर कांग्रेस  के राष्ट्रीय प्रवक्ता शर्मा ने उठाए कई सवाल | Patrika News

ગઠબંધન કરવાનો વિચાર ભરતસિંહનો વ્યક્તિગત - આલોક શર્મા 

ભરતસિંહ સોલંકીના નિવેદન બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ કહ્યું કે સરખી વિચારધારા ધરાવતો પક્ષ હોય તો વાંધો નહીં. પરંતુ કોંગ્રેસ આમ આદમી પાર્ટી પાસેથી સમર્થન નહીં લે અને આપશે પણ નહીં. કોંગ્રેસ ગાંધીજીની વિચારધારા સાથે જોડાયેલી છે. નીચલી વિચારધારાને સમર્થન નહીં કરે. આલોક શર્માએ કહ્યું કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો વિચાર ભરતસિંહનો વ્યક્તિગત વિચાર છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે