પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પર રિક્ષા ચાલકે જાહેરમાં હુમલો કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:39:05



પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાને આજે સવારે રિક્ષા ચાલકે લાકડીથી માર માર્યા હતા. અલ્પેશ કથીરિયા પોતાના કામથી કાપોદ્રા વિસ્તારથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રિક્ષા ચાલકે માર માર્યો હતો. 


શા માટે રિક્ષા ચાલકે અલ્પેશને માર્યો?

અલ્પેશ કથીરિયા સગાની ખબર પૂછવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા તે દરમિયાન એક રિક્ષાવાળો બેફામ રિક્ષા ચલાવી રહ્યો હતો. અલ્પેશ કથીરિયાએ તેને સરખી રિક્ષા ચલાવવા માટે ઠપકો આપ્યો હતો. ગરમ મિજાજ રિક્ષા ચાલકને ખોટું લાગી જતાં તેણે અલ્પેશ કથીરિયાને લાકડાના ફટકા માર્યા હતા. ત્યારબાદ અલ્પેશ કથીરિયાએ કાપોદ્રા પોલીસ મથકમાં રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.  


અલ્પેશ કથીરિયા ઈજાગ્રસ્ત થયા 

રિક્ષા ચાલકે બાઈક પર જઈ રહેલા અલ્પેશ કથીરિયાને લાકડાના ફટકા મારવાથી અલ્પેશને હાથના ભાગમાં ઈજા થઈ હતી. હાથમાં ઈજા થતાં અલ્પેશ કથીરિયાને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે