થોડા દિવસો પહેલા AAPમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા આવતી કાલે જોડાઈ શકે છે ભાજપમાં...


  • Published By :
  • Published Date : 2024-04-26 12:36:41

થોડા દિવસ પહેલા આપના બે નેતાઓએ એક સાથે રાજીનામું આપ્યું હતું. એક હતા અલ્પેશ કથીરિયા અને બીજા હતા ધાર્મિક માલવીયા. તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી હતી ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ આવતી કાલે ભાજપમાં સામેલ થઈ  શકે છે. સી.આર.પાટીલની હાજરીમાં બંને નેતાઓ કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે....  


 

અનેક રાજનેતાઓ આપી રહ્યા છે પાર્ટીમાંથી રાજીનામું

જ્યારે કોઈ નેતા પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે એ જોવાનું રહ્યું કે તેઓ ભાજપમાં ક્યારે જોડાય છે... આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ જતા હોય છે.. રાજ્યમાં પક્ષપલટાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અનેક નેતાઓ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ રહ્યા છે.. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. 



વિધાનસભાની આ બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી 

ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે પાસના બે નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતી કાલે કેસરિયો ધારણ કરી શકે છે..... મહત્વનું છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત માહોલ બનાવ્યો હતો, અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા સુરતની હાઈ પ્રોફાઈલ બેઠકો પર પોતાના સમાજના સહારે ચૂંટણી પણ લડ્યા હતા, વરાછા બેઠક પર કથિરીયાનો જંગ ગુજરાત સરકારમાં જે તે સમયના મંત્રી અને પાટીદાર નેતા કુમાર કાનાણી સામે થયો હતો જો કે વરાછા બેઠક કથીરીયા જીતી ના શક્યા અને હાર પછી અલ્પેશ કથિરીયાને સંગઠનમાં મોટી જવાબદારીની અપેક્ષા હતી પણ એ અપેક્ષા પુરી ના થઈ શકી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે