ટિકિટ ફાળવણી અંગે અલ્પેશ ઠાકોરે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-08 11:27:28

ગુજરાત વિધાનસભા ઈલેક્શનની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. કયા ઉમેદવારને ટિકિટ આપવી તે માટે મુખ્યમંત્રી અને સી.આર પાટીલ દિલ્હી પહોંચ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા દરેક સમાજ મિટીંગ બોલાવી રહી છે. ક્ષત્રિય સમાજે પણ ચૂંટણી પૂર્વે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. જ્યાં અલ્પેશ ઠાકોરે ટિકિટ ફાળવણીને લઈ નિવેદન આપ્યું છે. જો પાર્ટી મને ટિકિટ નહીં આપે તો પણ હું અને મારી સેના ભાજપને જીતાડવા પ્રયત્ન કરીશું. 


સ્નેહ મિલન કાર્યક્રમનું કરાયું આયોજન 

ભાજપ ગમે ત્યારે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ટિકિટ માટે અનેક સમાજ માગણી કરી રહી છે. વિવિધ સમાજ દ્વારા રાજકીય પક્ષોને દબાણ કરવામાં આવી રહ્યું છે. મહેસાણા ખાતે ઠાકોર સમાજે એક મિટીંગનું આયોજન કર્યું હતું. 


પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશું - અલ્પેશ ઠાકોર

જેમાં રાધનપુર બેઠકની ટિકિટ માટે અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો પક્ષ મને ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ.અને જો પક્ષ મને ટિકિટ નહીં આપે તો પણ જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેને  હું અને મારા સમર્થકો પાર્ટીને સમર્થન આપીશું. રાધનપુરમાં ભાજપની જીત થશે તેવી આશા અલ્પેશ ઠાકોરે વ્યક્ત કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે