ઝુકેગા નહીં કહીને નીકળેલા અમરાભાઈ ઝુકી તો ગયા, ખેડૂત નેતા અમરાભાઈ ચૌધરીએ CM સાથે શું વાત કરી? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-16 18:42:46

દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થકના બે લાફાંથી શરૂ થયેલી અમરાભાઇ ચૌધરીની ન્યાય યાત્રા ગાંધીનગરમાં વિરામ પામી છે. બનાસકાંઠાથી નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાનો આજે સાતમો દિવસ છે.  અમરાભાઇ ચૌધરી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર રજૂઆત કરવા રવાના થયા હતા. સાતમા દિવસે ન્યાય યાત્રા મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચી હતી. જોકે ગોઝારીયા ખાતે મહેસાણા જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવામા આવતા તમામ ખેડૂતોને અહીથી આગળ ન વધવા દેવાના આદેશ અપાયા હોવાથી યાત્રાને રોકવામાં આવી હતી.


અમરાભાઈને CMનું તેડું  


અમરાભાઈ ચૌધરીના નેતૃત્વમાં નિકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાને ગોઝારીયા ખાતે રોકવામાં આવ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓ મધ્યસ્થી બનીને અમરાભાઈ સહિત તમામ ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઈ ગઈ હતી. આ ખેડૂત આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જમાવટે જ્યારે આ મુલાકાત અંગે અમરાભાઈને પુછ્યું તો તેમણે કહ્યું કે સમાધાન થઈ ગયું છે. જો કે મૂળ મુદ્દો કેશાજી ચૌહાણના રાજીનામા બાબતે તેઓ મુખ્યમંત્રી સંમત થયા નથી. તે જ રીતે અમરાભાઈએ તેમનું આંદોલન હાલ પુરતું પુરૂ થયું હોવાનું પણ જણાવ્યું હતું. જો કે અમરાભાઈએ તે પણ કહ્યું હતું કે જો તેમની માગણીઓ સંતોષાશે નહીં તો તે ફરી આંદોલન કરશે તેવી પણ ચિમકી આપી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે