એમેઝોન અને ફ્લિપકાર્ટને સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-02-13 14:56:02

ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટને સરકારે નોટિસ ફટકારી છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ એમેઝોન અને ફ્લિપકાર્ટને ડ્ર્ગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940નું ઉલ્લંઘન કરવા માટે આ નોટિસ ફટકારી છે. 


શા માટે નોટિસ ફટકારી?


દવા નિયામક ઓથોરિટી DCGIએ નોટિસમાં આ બંને કંપનીઓ પાસે જવાબ માંગ્યો છે. જેમાં તેમને પુછવામાં આવ્યું છે કે ડ્ર્ગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ના ઉલ્લંઘનને લઈ તમારા પર કાર્યવાહી કેમ ન કરવામાં આવે?.DCGIના જણાવ્યા પ્રમાણે ઓનલાઈન કોઈ પણ પ્રકારના સત્તાવાર લાયસન્સ વગર દવાઓના વેચાણથી તેની ક્વોલિટી પર ખરાબ અસર પડે છે. આ પરિસ્થિતીમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને  DCGIએ આ પગલું ભર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે  DCGIએ ફટકારેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી હાઈકોર્ટના ડિસેમ્બર 2018માં ઓનલાઈન ફાર્મસી દ્વારા લાયસન્સ વગર દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાાં આવ્યો હતો.


બંને કંપનીઓએ આપવો પડશે જવાબ


DCGIએ નોટિસ આપતા હવે એમેઝોન અને ફ્લિપકાર્ટે બંનેને જવાબ આપવા માટે બે દિવસનો સમય આપ્યો છે. કંપનીઓ દ્વારા આ બે દિવસમાં જવાબ આપવામાં નહીં આવે તો બંને કંપની વિરૂધ્ધ  DCGIના  કાયદા પ્રમાણે કાર્યવાહી કરશે. ઉલ્લેખનિય છે કે ઓનલાઈન દવાઓના વેચાણ માટે  DCGIનું લાયસન્સ લેવું અનિવાર્ય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે