અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદ અને કાતિલ ઠંડી અંગે કરી નવી આગાહી, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-05 13:32:46

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ બેવડી ઋતુની અનુભૂતી થઈ રહી છે, દિવસે ગરમી, રાત્રે ઠંડી અને સવારે ધુમ્મસથી લોકોની હાલત કફોડી બની છે. રાજ્યમાં ઉતર-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય છે. હવે આવી પરિસ્થિતીમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજયમાં કાતિલ ઠંડીની સાથે ચક્રવાત અને કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનની શક્યતા છે.


ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 8 થી 12 નવેમ્બરના દેશના ઉત્તરીય પર્વતિય વિસ્તારમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સુધીમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. તેની અસર ગુજરાતના અમુક ભાગોમાં થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વાદળો ઘેરાઈ શકે  શકે અને વરસાદી ઝાપટું પડવાની શક્યતા છે. તે ઉપરાતં 12 નવેમ્બર બાદ પણ અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને લો પ્રેશર બનશે. બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે 12  નવેમ્બર પછી વધુ હલચલ જોવા મળશે 14થી 16 નવેમ્બરના ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે. આ ચક્રવાતો ડિસેમ્બરની શરુઆત સુધી રહેવાની શક્યતા છે.


22 ડિસેમ્બરથી કાતિલ ઠંડી પડશે


બંગાળાના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વાદળ છાયુ વાતાવરણ જોવા મળશે. શિયાળામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડિસેમ્બરમાં આવશે 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે જાન્યુઆરીમાં ઠંડોગાર રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, ફેબ્રુઆરીની શરુઆતમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી વચ્ચે કડક્ડતી ઠંડી પડશે. ડિસેમ્બરના એન્ડ સુધી એક પછી એક સિસ્ટમ બન્યા કરશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવ્યા કરશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.