Ambalal Patelએ વરસાદ તેમજ શિયાળાને લઈ કરી આગાહી, આ તારીખ બાદ અનુભવાશે કડકડતી ઠંડી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-02 17:07:00

સપ્ટેમ્બર મહિનામાં વરસાદે અનેક જિલ્લાઓમાં ભૂક્કા બોલાવ્યા છે. અનેક જગ્યાઓ પર એટલો વરસાદ થયો કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. ઉપરવાસમાં વરસાદ થવાને કારણે તેમજ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાને કારણે ગુજરાતના અનેક ડેમોમાં પાણીની આવક ખૂબ થઈ હતી. અનેક ડેમો પોતાના મહત્તમ સપાટી પર પહોંચ્યા હતા. અનેક જિલ્લામાં એલર્ટ પણ જાહેર કરી દીધું હતું. ત્યારે હવે થોડા દિવસો બાદ ચોમાસુ વિદાય લેવાનું છે. ઓક્ટોબર મહિનામાં ચોમાસા સિઝનની પૂર્ણાહૂર્તિ થઈ જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ફરી એક વખત વરસાદની એન્ટ્રી થશે તેવી આગાહી અંબાલાલ પટેલે તેમજ હવામાન વિભાગે કરી છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે ગરમીનું પ્રમાણ

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અનેક શહેરો એવા છે જ્યાં તાપમાન 37 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. તે ઉપરાંત આવનાર દિવસોમાં તાપમાન વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં સામાન્ય કરતા 3 ડિગ્રી તાપમાન વધારે નોંધાયું છે. ત્યારે ગરમીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગરમીને લઈ આગાહી કરી છે. અંબાલાલ કાકાએ આગાહી કરતા જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી ભારે ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગુજરાતના અનેક ભાગોમાં ગરમી 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 


નવરાત્રી દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસી શકે છે વરસાદ!

ગરમીને લઈને તેમણે આગાહી તો કરી છે પરંતુ ઓક્ટોબરમાં વરસાદ થશે તેવી આગાહી પણ અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. 12થી 14 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. નવરાત્રી દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. 15 ઓક્ટોબર આસપાસ વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. આજ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. 2 ઓક્ટોબરના રોજ સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 10મી ઓક્ટોબર આસપાસ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. જેને કારણે અમુક સ્થળો પર વરસાદ વરસી શકે છે. 


5 ફેબ્રુઆરી બાદ થશે કાતિલ ઠંડીનો અનુભવ 

ગુજરાતમાં શિયાળો ક્યારથી શરૂ થશે તેની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. 19 ડિસેમ્બર બાદ હિમાલય પર ભારે હિમવર્ષાની થઈ શકે છે. આ ભારે હિમવર્ષાને કારણે ફેબ્રુઆરીમાં કડકડતી ઠંડીની શક્યતાઓ રહેલી છે. 5 ફેબ્રુઆરી બાદ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ શકે છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે