Gujaratમાં મેઘરાજાની જમાવટ, વરસાદને લઈ Ambalal Patelએ કરી એવી આગાહી કે ખેડૂતો થઈ જશે ખુશ! જાણો ક્યારે થશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-09-07 18:44:18

સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનો જેમ કોરો કટ સાબિત થયો તેવો કોરો કટ સપ્ટેમ્બર મહિનો સાબિત નહીં થાય. આ આગાહી સાંભળતા જ ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. 24 કલાકમાં પણ 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે અંબાલાલ પટેલે ફરી સારા વરસાદની આગાહી કરી છે. મજબૂત સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. 


આ જિલ્લાઓમાં વરસી શકે છે આ તારીખો દરમિયાન વરસાદ

ગુજરાતમાં બે પ્રકારની આગાહી કરવામાં આવે છે. એક આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે અને બીજી આગાહી એ જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરાતી હોય છે. અંબાલાલ પટેલની આગાહી મુખ્યત્વે સાચી સાબિત થતી હોય છે. સપ્ટેમ્બરમાં કારો વરસાદ થશે તેવી આગાહી અનેક વખત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વરસાદને લઈ ફરી એક વખત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગાહી પ્રમાણે હમણા મજબૂત સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જેને કારણે આવનાર દિવસોમાં મેઘમહેર જોવા મળી શકે છે. 10 થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં સારો વરસાદ રહેશે તેવી આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. 


ઓક્ટોબરમાં વાવાઝોડું થશે સક્રિય! 

એક તરફ આપણે વરસાદની વાત કરી રહ્યા છીએ તો બીજી તરફ અંબાલાલ કાકાએ ચક્રવાતની આગાહી કરી છે. 20 સપ્ટેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. તે ઉપરાંત હિંદ મહાસાગરનું વાતાવરણ પણ સાનુકુળ રહેશે. 10 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં વાવાઝોડું સક્રિય થશે. મજબૂત સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક ભાગોમાં અનેક ઈંચ વરસાદ પણ વરસી શકે છે. અનેક જગ્યાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. કેટલાક ભાગોમાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. 


અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ 

મહત્વનું છે કે ગઈકાલથી ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદને કારણે ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. પાલડી, વાસણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.