AMC એક્શન મોડમાં, પેપર કપ બાદ ચાની કીટલીઓ પર પાર્સલમાં આપવામાં આવતી થેલી પર લાગશે પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-01-24 12:55:07

અમદાવાદમાં ચાની કીટલી પર મળતા પેપર કપ પર એએમસી દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાના કપ બંધ થતા ચાની કિંમતમાં વધારો થયો છે. ત્યારે એએમસી દ્વારા વધુ એક વસ્તુ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કીટલી પર પાર્સલમાં આપવામાં આવતી માઈક્રોનની પ્લાસ્ટિકની થેલીઓ બંધ કરવામાં આવશે. પાર્સલમાં 60 માઈક્રોનથી ઓછી જાડાઈની થેલી આપી નહીં શકાય. 

ચાહત અને ચા - રમેશ ઠકકર - કહુંબો


પેપર કપ પર લગાવાયો છે પ્રતિબંધ 

સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. અમદાવાદમાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખી ચાની કીટલી પર મળતા પેપર કપ પર એએમસી દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેને કારણે ચાની કીટલી પર મળતા પેપર કપ બંધ થઈ ગયા છે. પેપર કપ બંધ થતા ચાની કિંમતમાં વધારો થયો છે. 


60 માઈક્રોનથી નીચેની પ્લાસ્ટિક થેલી નહીં વાપરી શકાય 

ત્યારે એએમસી દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે.  નિર્ણય અંતર્ગત ચાની કીટલી પર 60 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગ  પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 60 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગને ડીકમ્પોસ કરવું અધરૂ છે. અને જેને કારણે પ્રદુષણ ફેલાય છે. આ વાતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે એક દિવસમાં 20 લાખથી વધુ પેપરકપ ફેકવામાં આવે છે જેને કારણે ડ્રેનેજ સિસ્ટમમાં મુશ્કેલી ઉભી થાય છે. જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે