AMCના આરોગ્ય વિભાગના પીપળજ સ્થિત કોલ્ડ સ્ટોરેજમાં દરોડા, 600 ટન જેટલો બટર અને ચીઝનો જથ્થો કર્યો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-10-13 21:44:53

તહેવારની સીઝન ચાલી રહી છે ત્યારે દુધ અને દુધની બનાવટોમાં ભેળસેળ વધી રહી છે. ત્યારે સરકારનો આરોગ્યનો વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. અમદાવાદમાં હવે ઘી અને પનીર બાદ  બટર અને ચીઝના એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે આજે પીપળજમાં આવેલા દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એકમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા. AMCના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરતાં 1 કરોડની કિંમતનો શંકાસ્પદ બટર અને ચીઝનો જથ્થો ઝડપી પાડ્યો છે. તમિલનાડુ અને રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યોમાંથી જથ્થો લવાયો હોવાનું સામે આવ્યું છે. બટરનો જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે.


600 ટન જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો


AMCના આરોગ્ય વિભાગેની કાર્યવાહી દરમિયાન સ્ટોરેજમાં અલગ અલગ કંપનીથી લવાયેલા ચીઝ, બટરના જથ્થાની તપાસ કરવામાં આવી હતી અને 600 ટન જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.દેશના વિવિધ રાજ્યોમાંથી વેચાણ અર્થે આવેલો આ જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. આ શંકાસ્પદ જથ્થામાંથી 8 સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યાં છે.        


આ કંપનીઓનો બટર-ચીઝનો જથ્થો રાખવામાં આવ્યો હતો


વ્હાઇટ બટર - કોટા , રાજસ્થાન, લુઝ ચીઝ - ઉમિયા મિલ્ક પ્રોડક્ટ , સીટીએમ , અમદાવાદ ,પ્રોસેસ્ડ ચીઝ ક્યુબ , મિલ્કીમીસ્ટ - તમિલનાડુ વ્હાઇટ બટર , માહી બ્રાન્ડ -મહેસાણા, પેસ્ચયુરાઇસ્ડ વ્હાઇટ બટર , માહી બ્રાન્ડ સોલ્ટેડ ટેબલ બટર , મિલ્કીમીસ્ટ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા આ બટર અને ચીઝનો 600 ટન શંકાસ્પદ જથ્થો સિઝ કરવાની સાથે 8 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના ચકાસણી અર્થે અર્થે લેબમાં મોકલવામાં આવ્યાં છે.                   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે