વિપક્ષના વિરોધ વચ્ચે વક્ફ સુધારા ખરડો લોકસભામાં રજૂ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-02 13:52:49

વક્ફ સુધારા બિલ આજે લોકસભામાં ૧૨ વાગ્યે રજૂ થઇ ચૂક્યું છે. લોકસભામાં આના કારણે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે ઘમાસાણના એંધાણ છે. વક્ફ બિલ પર ચર્ચા થઇ ગયા બાદ તેને વોટિંગમાં મુકવામાં આવશે . સંભાવના પુરે પુરી છે કે એનડીએ આ બિલને લોકસભામાં પાસ કરાવી લેશે. 

Lok Sabha to take up Waqf bill Wednesday, RS next day; BJP, major allies  issue whips for support - OrissaPOST

વક્ફ સુધારા ખરડો સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરી દેવાયો છે. વક્ફ સુધારા ખરડાને આ પેહલા જોઈન્ટ પાર્લિયામેંટ્રી કમિટીમાં મોકલી દેવાયો હતો . આ કમિટીમાં સત્તાધારી પક્ષના અને વિરોધ પક્ષના સાંસદો હોય છે. આ જેપીસીમાં વિપક્ષી સાંસદોના ૪૪ સૂચનોને ખારીજ કરી દેવાયા છે જયારે એનડીએના સાંસદોના ૧૪ સુધારાને માન્ય રખાયા છે. હવે આ પછી જેપીસીમાંથી પાછું આવ્યા  બાદ આ ખરડાને લોકસભામાં રજૂ કરવા બિઝનેસ અડવાઇસરી કમિટીએ મંજૂરી આપી દીધી છે.  આ વક્ફ બિલ અંગે ચર્ચા કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા ૮ કલાક ચર્ચાનો સમય નક્કી કરાયો છે. આ ચર્ચામાં એનડીએના સાંસદોને ૪ કલાક ૪૦ મિનિટનો સમય મળ્યો છે. આ પછીના સમયમાં વિપક્ષના સાંસદો પોતાના વિચાર રજૂ કરશે. ગઈકાલે એટલેકે , મંગળવારે સંસદની બિઝનેસ અડવાઇસરી કમિટીની બેઠકમાંથી વિપક્ષે વોક આઉટ કર્યું હતું. 

INDIA bloc Mumbai meeting live updates | INDIA alliance will defeat BJP in  national elections, says Rahul Gandhi - The Hindu

વાત કરીએ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પક્ષના સાથીદાર એવા તેલુગુ દેશંમ પાર્ટી અને જનતા દળ યુનાઇટેડની . તો આ બેઉ પાર્ટીઓ માટે પોતપોતાના રાજ્ય અનુક્રમે આંધ્ર પ્રદેશ અને બિહારમાં મુસ્લિમ મતો મહત્વના છે. વાત કરીએ બિહારની તો બિહારમાં આ વર્ષના અંતે ૨૦૨૫ના નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ છે . આ માટે મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે પસમંદા મુસ્લિમોનો સાથ જરૂરી છે તો જ બિહારમાં એનડીએની વાપસી શક્ય બનશે . આપને જણાવી દયિકે આ પસમંદા મુસ્લિમ એટલે , દલિત અને પછાત સમુદાયના મુસ્લિમ . પીએમ મોદી અવારનવાર તેમના વિકાસ અને કલ્યાણની વાત કરતા રહે છે.  આંધ્રપ્રદેશની વાત કરીએ તો , ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી TDP એટલેકે , તેલુગુ દેશંમ પાર્ટીએ વક્ફ બિલમાં જે ત્રણ સુધારા સૂચવ્યા હતા તે ત્રણેય સુધારા સ્વીકારી લેવાયા છે.  માટે હવે એનડીએના સાથી પક્ષોમાં ટીડીપી અને જદયુ આ બિલની ફેવરમાં વોટિંગ કરશે.  હવે એનડીએના લોકસભામાં ૨૯૩ સાંસદો છે . ૨૭૨ના મેજીક ફિગરની જરૂર છે.  વક્ફ સુધારા ખરડો એ , વક્ફ એક્ટ , ૧૯૯૫માં સુધારા કરવા માટે સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. આ ખરડાને લાવવા પાછળ સરકારે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે , તેનાથી વક્ફને લગતી સંપત્તિઓનું પારદર્શિતાપૂર્વક સંચાલન કરવા માટે. આ નવા ખરડામાં વક્ફ બોર્ડમાં મહિલાઓને સ્થાન મળશે જયારે કેગ દ્વારા તેની તપાસ પણ થઈ શકે છે. 

તો આ મામલે જે પણ અપડેટ હશે અમે તમને આપીશું . 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે