Gyan Sahayakના વિરોધ વચ્ચે TET-TATના આટલા ઉમેદવારોએ ભર્યા કરાર આધારિત ભરતીના ફોર્મ, શિક્ષણ વિભાગે કર્યો દાવો! જાણો આંકડો


  • Published By :
  • Published Date : 2023-09-12 10:16:33

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે એક તરફ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા. અલગ અલગ માધ્યમો દ્વારા ઉમેદવારો વિરોધ દર્શાવી રહ્યા છે. આ બધા વચ્ચે કરાર આધારિત ભરતી માટે હજારોની સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આંકડો સામે આવ્યો છે. ધોરણ 9 અને 10 માટે ભરાયેલા ફોર્મની વાત કરીએ તો 19 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે તેવી માહિતી સામે આવી છે. તો પ્રાથમિક શાળા માટે 18500થી વધારે ફોર્મ ભરાયા છે તેવી માહિતી પણ સામે આવી છે. મહત્વનું છે કે પ્રાથમિક માટે મુદ્દત લંબાવવામાં આવી છે. પાંચ દિવસ સુધી તારીખને લંબાવવામાં આવી છે.


અલગ અલગ પ્રકારે ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ  

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ભાવિ શિક્ષકો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે આંદોલન કરી રહ્યા છે. 11 માસના કરાર આધારિત ભરતીનો તે વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ રીતે પોતાની માગ, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ઉમેદવારો પ્રયત્નો કરી રહ્યા છે. મુખ્યમંત્રી., શિક્ષણમંત્રી સહિત અનેક નેતાઓને પત્ર લખી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ સાંભળવવામાં આવ્યો ન હતો. ત્યારે ભગવાન તેમજ સાધુ સંતોને પણ પત્ર  આપી રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 


17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાની તારીખને લંબાવાઈ 

કરાર આધારિત ભરતીનો એક તરફ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તે ચોંકાવનારો છે. શિક્ષણ વિભાગના દાવા અનુસાર ધોરણ 9 અને ધોરણ 10માં કરાર આધારિત ભરતી માટે રાજ્યમાંથી કુલ 19050 ફોર્મ ભરવામાં આવ્યા છે.  માધ્યમિક માટે ફોર્મ ભરવાની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. પરંતુ પ્રાથમિક માટે આ મુદતને લંબાવવામાં આવી છે. પાંચ દિવસો માટે ફોર્મ ભરવાની તારીખને લંબાવાઈ છે. એવી પણ માહિતી સામે આવી છે પ્રાથમિક માટે અત્યાર સુધીમાં 18598 ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને આગામી દિવસો દરમિયાન વધુ ફોર્મ ભરાશે તેવી સંભાવના છે. 17 સપ્ટેમ્બર સુધી આ તારીખને લંબાવવામાં આવી છે. 


એક તરફ વિરોધ તો બીજી તરફ ઉમેદવારો આપી રહ્યા છે સમર્થન!

મહત્વનું છે કે એક તરફ અનેક ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે તો બીજી તરફ અનેક ઉમેદવારો એવા છે જે ફોર્મ ભરી રહ્યા છે. જ્યારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ઉમેદવારોએ કહ્યું હતું કે ફોર્મ ભરવામાં નહીં આવે પરંતુ જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. હવે જોવું એ રહ્યું કે આ આંદોલનમાં આગળ શું નવો વળાંક આવે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે