કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગની આગાહી, અનેક શહેરોમાં થઈ શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-01-26 13:19:26

રાજ્યમાં એક તરફ જ્યારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. એક બે દિવસ શીતલહેરનો અનુભવ થવાનો છે. ત્યારે આગામી દિવસો દરમિયાન હવામાન વિભાગે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે.


બનાસકાંઠા તેમજ પાટણ માટે કરાઈ કમોસમી વરસાદની આગાહી 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. અમુક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. હિમવર્ષાને કારણે અનેક રાજ્યોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 11 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં 7 ડિગ્રી, પાલનપુરમાં 10 ડિગ્રી, ભુજમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ તાપમાનનો પારો 11 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. 


અનેક શહેરોમાં કરાઈ છે કોલ્ડવેવની આગાહી  

નવા વર્ષથી રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હજી પણ ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદની સાથે સાથે કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કોલ્ડવેવ રહેશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે