અમિત ચાવડાએ વિપક્ષ નેતાનો ચાર્જ સંભાળ્યો


  • Published By :
  • Published Date : 2023-01-25 17:54:13

ગયા મહિને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ભાજપે 156 સીટો પર કબજો મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. આમ આદમી પાર્ટીને પણ પાંચ સીટો મળી હતી. ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિપક્ષના નેતાનો ચાર્જ સંભાળ્યો છે. 


વિપક્ષી નેતા તરીકે અમિત ચાવડાએ સંભાળ્યો ચાર્જ 

ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે જ્યારે આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. કોંગ્રેસે 17 સીટો પર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. કોંગ્રેસે ચૂંટણી પૂર્ણ થયાના ઘણા સમય બાદ વિપક્ષના નેતાના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિપક્ષી નેતા તરીકે પોતાનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતા પહેલા તેમણે પૂજા અર્ચન કર્યા હતા. 


ગુજરાતની જનતાને અમિત ચાવડાએ કરી અપીલ 

અમિત ચાવડાએ જનતાને અપીલ કરી હતી કે જે પણ પ્રશ્ન હોય તે કોંગ્રેસના કાર્યાલય સુધી પહોંચાડજો. ટૂંક સમયમાં કોંગ્રેસ દ્વારા વોટસઅપ નંબર જાહેર કરવામાં આવશે. લોકો સીધી જ ફરિયાદ કરી શકે તે માટે કોંગ્રેસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.     



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.