અમિત શાહે કેજરીવાલને સણસણતો જવાબ આપ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 19:23:29



ગુજરાતની ભૂપેન્દ્ર સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે સરકારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયેલા હતા. અમિત શાહે વર્ચ્યુઅલ સંબોધનમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. કેજરીવાલે અમિત શાહને જે જવાબ આપ્યો તે મામલે પણ અમિત શાહે કેજરીવાલને જવાબ આપ્યો છે. 


ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી રહેશેઃ અમિત શાહ 

ગુજરાત સરકારના એક વર્ષના કાર્યક્રમમાં અમિત શાહે સંબોધન આપતા જણાવ્યું હતું કે બે તૃતીયાંશની બહુમતિ સાથે ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. ભૂપેન્દ્ર પટેલની સરકારની કામગીરી વિશે વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલે બોલ્યા વગર કામ કરી બતાવ્યું છે. લોકોએ તેમની સામે અનેક સવાલો કર્યા હતા પરંતુ ભૂપેન્દ્ર ભાઈએ તમામનો જવાબ પોતાની કામગીરીથી આપ્યો છે તેવું અમિત શાહે નિવેદન આપ્યું હતું. 

 

કેજરીવાલના કટાક્ષ પર અમિત શાહે આપ્યા જવાબ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે હતા. આજે અમદાવાદમાં ટાઉનહોલમાં પત્રકારો સાથે ચર્ચા દરમિયાન અરવિંદ કેજરીવાલે અમિત શાહના નિવેદન મામલે કટાક્ષ કર્યો હતો. જેનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે સપનાના વેપાર કરનારા લોકોને ગુજરાતમાં ક્યારેય સફળતા નહીં મળે. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.