અમિત શાહ અને હાર્દિક પટેલના ફોટાથી ગરમાઈ રાજનીતિ


  • Published By :
  • Published Date : 2022-10-27 15:05:37

ગુજરાતમાં ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની પાર્ટીનો પ્રચાર કરવામાં વ્યસ્ત બની છે. અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. નવા વર્ષના દિવસે હાર્દિક પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર હાર્દિક પટેલ અને અમિત શાહની મુલાકાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.

અમિત શાહ અને હાર્દિક પટેલનો ફોટો વાયરલ

ભાજપે વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ભાજપ દ્વારા આ અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વખતે કોને ટિકિટ મળશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે નવા વર્ષના દિવસે હાર્દિક પટેલે અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. વાયરલ ફોટામાં અમિત શાહ હાર્દિક પટેલની ભેટ સ્વીકારતા નજરે પડી રહ્યા છે. ભાજપમાં જોડાયા બાદ અમિત શાહ અને હાર્દિક પટેલની પ્રથમ મુલાકાત છે.


ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે કરી નવા વર્ષની ઉજવણી

ચૂંટણી પૂર્વે વિરમગામમાં જઈ હાર્દિક પટેલ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડવા તેઓ આતુર હોય તેવું લાગે છે. નવા વર્ષના પ્રથમ દિવસે અમિત શાહના નિવાસ સ્થાને અનેક નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી. ત્યારે આ સમયે હાર્દિક પટેલે તેમની શુભેચ્છા મુલાકાત કરી હોય તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે.               




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે