અમિત શાહએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર અને કલમ 370 પર પણ બોલ્યા !!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-21 14:32:28


ગુજરાત ચુંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે રાજ્યભરમાં નેતાઓ સભા ગજવી રહ્યા છે આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પહોંચેલા અમીત શાહે કોંગ્રેસના કેમ્પેન કોંગ્રેસનું કામ બોલે છે પર કટાક્ષ કરતાં કહ્યું કે કામ કર્યું પણ ભાઈ તમારા કામ ની યાદી તો અપાવ.  જુવાનીયાને તો ખબર પણ નહીં હોય તમે તો વિજળીમાં  જનમ્યા છો. પણ મોટી ઉમરવાળા હોય તો ગામડામાં વાળું કરવા કરતી વખતે વીજળી આવતી હતી? કહો તો જરા. 2004 થી ગુજરાતના દરેક ગામ ની અંદર વીજળી પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે.


અમિત શાહએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર !

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ કહે છે કે અમે કામ કર્યું અમે કામ કર્યું પણ ભાઈ તમારા કામ ની યાદી તો અપાવ.  જુવાનીયાને તો ખાબેર નહીં હોય તમે તો વિજળીમાં જનમ્યા છો. પણ મોટી ઉમરવાળા હોય તો ગામડામાં વાળું કરવા કરતી વખતે વીજળી આવતી હતી? કહો તો જરા. 2004 થી ગુજરાતના દરેક ગામ ની અંદર વીજળી પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસના કારણે અહીથી વ્યવસયો ભાગતા હતા. ભ્રષ્ટાચારના કારણે આજે દેશના વિકાસની 30 ટકા નિકાંસ એકગુ ગુજરાત કરે છે. સૌથી વધુ ઔદ્યોગિક રોકાણ ગુજરાતમાં આવે. સૌથી વધુ લઘુ ઉધ્યોગ મા છે. આ પરિવર્તન ગુજરાતમાં ભાજપ સરકાર લાવી છે. અમે જે વાયદો કરીએ એ પૂરો કરીએ છીએ.


કલમ 370 પર પણ બોલ્યા .. 

કલમ 370 હટશે કોઈ માણતું ન હતું. 5 ઓગસ્ટના રોજ નરેન્દ્ર ભાઈએ 370ની કલમ એક જ જાટકે કાઢી નાખી. આ કોંગ્રેસીયાવ , દમજવાદી પાર્ટી બસપા, આપ પાર્ટી બધાએ કાઉ કાઉ ચાલુ કર્યું. સાંસદમાં કહ્યું કે લોહીની નદી વહી જશે. આર રાહુલબાબા ગુજરાતમાં જોવ લોહીની નદી શું કોઈને કાંકરી ચાલો કરવાની હિંમત નથી. આજે કાશ્મીર આન બાન અને શાન બની બેઠું છે. ભારતનું અભિન્ન અંગ બની બેઠું છે.  રાહુલ બાબા આવ્યા છે તે જવાબ આપે 10 વર્ષ સુધી તેની સરકાર હતી. પાકિસ્તાનથી આવી જતાં હતા અને કોઈ કઈ બોલતું ન હતું. મૌની બાબા ચૂપ થી બેઠા હતા. 2014 માં મોદી વડાપ્રધાન બન્યા.







ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે