અમિત શાહ નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 09:26:01

STORY BY SAMIR PARMAR

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 29 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે ત્યારે આજે સાંજે છ કલાકે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવશે જેમાં 36 રાજ્યો 25 હજાર જેટલા ખેલાડીઓ ભાગ લેશે



આજે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાનાર કાર્યક્રમમાં નેશનલ ગેમ્સની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ થશે. કાર્યક્રમમાં ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજન માટે કરાર કરવામાં આવશે. નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં 11મી ખેલ મહાકુંભનું વિધિવત રીતે સમાપન કરવામાં આવશે અને ખેલ મહાકુંભના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રી સહકારીતા અને ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે4 પેરા એથલિટનું સન્માન કરવામાં આવશે. ગુજરાતના તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરવામાં આવશે. 


શું હોય છે નેશનલ ગેમ્સ ઓફ ઈન્ડિયા?

વર્ષ 1924માં સૌથી પહેલા નેશનલ ગેમ્સની શરૂઆત કરવામાં આવી હતી. નેશનલ ગેમ્સ ઓફ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય ભારતના ખેલાડીઓને માધ્યમ પૂરું પાડવાનો હતો. જેથી ભારતના રમતવીરો પોતાની ક્ષમતા દર્શાવવાનો મોકો મળે અને પોતાને પણ એક ઓળખ મળી શકે. નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઈન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઑલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે