કોંગ્રેસે રામ મંદિર મુદ્દો કોર્ટમાં ફસાવ્યો, મોદીજીએ મંદિર બનાવ્યું: અમિત શાહ


  • Published By :
  • Published Date : 2023-01-05 19:04:47

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે ઘોષણા કરી કે અયોધ્યામાં ભાગવાન રામના મંદિરનું ઉદઘાટન 1 જાન્યુઆરી 2024ના દિવસે કરવામાં આવશે. ત્રિપુરાના પ્રવાસે ગયેલા અમિત શાહે અગરતલામાં એક જનસભાને સંબોધી હતી. તેમણે જનમેદનીને સંબોધતા કોંગ્રેસ પર રામ મંદિર ન બનાવવાનો દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે રામ મંદિરના મુદ્દાને કોંગ્રેસે કોર્ટમાં ફસાવેલો રાખ્યો હતો. મોદીજી સત્તામા આવ્યા બાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને મોદીજીએ તે જ દિવસે રામ મંદિરનું ભૂમિ પૂજન કરાવી મંદિરના નિર્માણ કાર્યની શરૂ કરાવ્યું હતું.


"2024ની મજબૂત શરૂઆત"


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ત્રિપુરામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 2024માં ચૂંટણી વર્ષની મજબૂત શરૂઆત થશે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે કોર્ટમાં રામ મંદિરના નિર્માણમાં અવરોધ ઉભો કર્યો, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર નિર્માણનું કામ શરૂ કર્યું છે. નવેમ્બરમાં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મંદિરનું નિર્માણ અડધોઅડધ કામ પૂર્ણ થઈ ગયું છે અને તે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે.




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.