અમિત શાહ અમદાવાદના બનશે મહેમાન, આ કાર્યક્રમમાં લેવાના છે ભાગ


  • Published By :
  • Published Date : 2023-04-03 11:10:04

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે આવવાના છે. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં સામેલ લેવાના છે. સંત સંમેલન સભામાં તેઓ હાજર રહેવાના છે. આ સભામાં દેશભરથી હિંદુ ધર્મના આચાર્યો તેમજ હિંદુ સંસ્થાઓના અગ્રણી ઉપસ્થિત રહ્યા છે. અમિત શાહ ઉપરાંત મોહનભાગવત પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. હિંદુ પરંપરાઓ અંગે દરવર્ષે આ સભામાં આવી ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. આવી સભાઓ દર વર્ષે આયોજીત થતી હોય છે. 



હિંદુ ધર્મના અનેક આચાર્યો લેશે સભામાં ભાગ 

હિંદુ ધર્મને ધ્યાનમાં રાખી આવી સભાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સભામાં વિવિધ આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરવામાં  આવતી હોય છે. આ સભામાં હિંદુ ધર્મના તમામ સંપ્રદાયો અને સંપ્રદાયોના આચાર્યો તેમજ હિંદુ ધર્મના અગ્રણીઓ હાજર રહેતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ સંમેલનમાં હાજર રહેવાના છે. મહત્વનું છે કે અમિત શાહની આ અમદાવાદની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.    



દેશભરથી અનેક સાધુ સંતો અમદાવાદ આવ્યા 

આ કાર્યક્રમમાં ભાગ લેવા મોહન ભાગવત મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવવાની છે. આ સભામાં ભાગ લેવા દેશભરથી સંતો અમદાવાદ આવી પહોંચ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મોહન ભાગવત સંતો સાથે બેઠક પણ કરી શકી છે.  લોકસભા ચૂંટણી પહેલા આ બેઠક થવાથી મહત્વની માનવામાં આવી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે