શુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન થયા ઘાયલ, દુર્ઘટના અંગે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-03-06 10:46:25

અમિતાભ બચ્ચન પ્રભાસની ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ઘાયલ થયા છે તેવા સમાચાર મળી રહ્યા છે. હૈદરાબાદમાં ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન તેઓ ઘાયલ થયા છે. પોતાના ઘરે અમિતાભ આરામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન પ્રભાસની ફિલ્મ પ્રોજેક્ટ કેનું શૂટિંગ કરી રહ્યા છે. એક એકશ્ન સીન દરમિયાન તેઓ ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત થયા બાદ હૈદરાબાદમાં તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જે બાદ તે મુંબઈ પહોંચી ગયા હતા. 


અભિનેતાએ આપી જાણકારી 

આ ઘટના અંગે માહિતી આપતા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું કે પાંસળીમાં ઈજા થઈ છે. શૂટિંગ રદ્દ કરવામાં આવી છે. પાટો બાંધવામાં આવ્યો છે અને સારવાર કરવામાં આવી  રહી છે. તેનાથી ઘણી પીડા થઈ રહી છે. શરીરને આમ-તેમ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. મને આ દુખાવા માટે કેટલીક દવાઓ આપવામાં આવી છે. મને સાજા થવા માટે અઠવાડિયાનો સમય લાગશે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે