રિબડિયા પર અમરિષ ડેરના પ્રહાર, હર્ષદભાઈને 40 કરોડની ઓફર મળી હતી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 15:40:12

કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રસના અગ્રણી નેતાઓ હર્ષદ રિબડિયાને નિશાન બનાવી આકરા શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીષ ડેરના હર્ષદ રિબડિયા પરના નિવેદને ખાસ્સી ચર્ચા જગાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમરિષ ડેરની કોંગ્રેસ છોડવાની અટકળો વચ્ચે તેમનું નિવેદન સામે આવ્યું છે.


હર્ષદ રિબડિયા પર અમરિષ ડેરનો આક્ષેપ

 

હર્ષદ રિબડિયા પર અમરીષ ડેરએ આક્ષેપ કરતા કહ્યું કે, 'જનતા માટે લડવાના સમયે ત્યારે જ તેઓ પાછા પડી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટીએ તેમને મોટું પદ આપ્યું હતું, જે પાર્ટીએ તેમને મોટા કર્યા છે, તેવી પાર્ટીને છોડીને જાય છે, તેમણે પાર્ટી છોડી તો અમને અને ઘણા લોકોને દુઃખ થયું છે. તેમણે કહ્યું કે, વ્યથા અને વેદનાથી પાર્ટી ન છોડવી જોઈએ.' હર્ષદ રિબડિયાને  40 કરોડની ઓફર મળી હતી તે અંગે તેમણે કહ્યું આ માહિતી તેમણે ખુદ આપી હતી. પરંતુ હવે જ્યારે લોકોની સેવા કરવાના સમય આવ્યો છે, ત્યારે તેઓનું પાર્ટી છોડીને જવું એ સ્પષ્ટ કરે છે કે લોકોની સેવા કરવાનું ભૂલ્યા છે. 



અમરિષ ડેરએ કોંગ્રેસ પાર્ટીની પ્રશંસા કરી


અમરિષ ડેરે કોંગ્રેસ પાર્ટી સાથેના તેમના સંબંધો અને અનુભવો વર્ણવતા કહ્યું  કે મારી નાની ઉંમરે પાર્ટીએ મને બહું આપ્યું છે. મેં યુવા ભાજપ મોરચા તરીકે કામ કર્યું છે તે જગ જાહેર છે અને આજે જ્યાં છું ત્યા સારી રીતે કામ કરુ છું. આ પાર્ટી સાથે રહીને જ કામ કરવાનો છું. અત્યારે ભાજપ પાસે પૈસા અને સત્તાનો પાવર છે એટલે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હવે ખુરસી સાફ કરી રહ્યા છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યુ કે, ભાજપ નેતાઓ અને કાર્યકર્તા ઉગળતો ચરુ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે