ઉત્તરપ્રદેશમાં બની અકસ્માતની દુર્ઘટના, ઘટનામાં એક વ્યક્તિનું મોત


  • Published By :
  • Published Date : 2022-12-20 12:08:50

દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોય છે. જેને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ધુમ્મસને કારણે ઉત્તર પ્રદેશમાં અકસ્માતની ઘટના બની છે. ગૌતમબુદ્ધ નગરમાં અકસ્માત થયો છે. 60 પેસેન્જરને લઈ જઈ રહેલી બસ અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.


ધુમ્મસભર્યા વાતાવરણને કારણે સર્જાયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો અકસ્માતને કારણે મોતને ભેટતા હોય છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે હાલ શિયાળીની સિઝન ચાલે છે. દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે વહેલી સવારે વાતાવરણ ધુમ્મસ વાળું હોય છે અને વિઝીબીટી એકદમ ઓછી હોય છે. ત્યારે આવા ધુમ્મસભર્યા વાતાવરણને કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. ધુમ્મસ હોવાને કારણે પેસેન્જરને લઈ જઈ રહેલી બસ કન્ટેનટ સાથે અથડાઈ હતી. જેને કારણે અંદાજીત 10 લોકોના ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસે ઘટના સ્થળે આવી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે