અમદાવાદના શાહપુરમાં સર્જાયો અકસ્માત, AMTS બસના ડ્રાઈવરે વૃદ્ધને અડફેટે લેતા નિપજ્યું મોત, ડ્રાઈવર ફરાર


  • Published By :
  • Published Date : 2023-07-04 13:41:59

રસ્તા પર ચાલતા બેફામ વાહનોને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાય છે. કોઈ સ્ટંટ કરવા માટે બેફામ રીતે વાહનને ચલાવે છે તો કોઈ રિલ બનાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે. બેફામ ચાલતા વાહનોને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને જેને કારણે કોઈ માણસનું મોત પણ થાય છે. ત્યારે શાહપુરમાં એએમટીએસ બસે અકસ્માત સર્જ્યો છે જેમાં એક વૃદ્ધનું મોત પણ થઈ ગયું છે. અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જી બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનિય છે કે અનેક વખત સરકારી બસને કારણે અકસ્માતો સર્જાયા છે અને અનેક લોકોના જીવ પણ ગયા છે.


શાહપુર નજીક એએમટીએસ બસે સર્જ્યો અકસ્માત!

અમદાવાદના રસ્તા પર ચાલતી એએમટીએસ બસને અમદાવાદીઓ માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે. અનેક મુસાફરો બસમાં મુસાફરી કરી પોતાના ડેસ્ટિનેશન પર પહોંચે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સરકારી બસના ડ્રાઈવર ચર્ચામાં આવી રહ્યા છે. બસ ડ્રાઈવરના અનેક વીડિયો સામે આવતા રહે છે જેમાં જોવા મળે છે કે કેટલી ઝડપમાં તેઓ બસને ચલાવતા હોય છે. અનેક વખત ડ્રાઈવરો દ્વારા રાખવામાં આવતી બેદરકારીને કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે. એસટી બસના પણ અનેક વીડિયો સામે આવતા હોય છે જેને કારણે સલામતી સવારીના સ્લોગન પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે. ત્યારે અમદાવાદના શાહપુરમાં એએમટીએસ બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બેફામ બનેલા ડ્રાઈવરે એક વૃદ્ધને અડફેટે લીધા છે અને તેમનું મોત થયું છે. અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. 


10 વર્ષમાં સર્જાયા બસને કારણે આટલા અકસ્માત 

મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પુરઝડપે આવતી બસ અનેક લોકો માટે કાળ સાબિત થતી હોય છે. થોડા સમય પહેલા વિશાલા સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં અનેક વાહનોને બસે પોતાની અડફેટે લીધા હતા. જો અકસ્માતોના સંખ્યાની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષની અંદર 2400થી વધારે અકસ્માતો સર્જાયા છે. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે એમટીએસ બસ દ્વારા થયેલો અકસ્માત કોઈ નવી વાત નથી. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.