અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત, અનેક લોકો મોતને ભેટ્યા


  • Published By :
  • Published Date : 2023-02-06 16:16:32

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ફરી એક વખત રક્તરંજિત થયો છે. એક્સપ્રેસ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી ગઈ જેને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે અને આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  




ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના થયા મોત 

હાઈવે પર અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે  અમદાવાદ - વડોદરા હાઈવે પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં અંદાજીત 3 લોકોના મોત થયા છે. આણંદ પાસે ઉભેલા ટ્રકની પાછળ ગાડી ધૂસી આવી હતી. વહેલી સવારનો સમય હોવાને કારણે ઈકો કારને ટ્રક દેખાઈ ન હતી જેને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો અવાજ સંભળાતા લોકો અને સ્થાનિકો ત્યાં આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે ખંભોળજ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘટનાસ્થળ પર આવી પોલીસે તપાસ હાથ ધરી હતી.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે