શિક્ષકોની ભરતીને લઈ સરકાર દ્વારા કરવામાં આવી મહત્વની જાહેરાત, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે લખ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-07-13 13:15:10

ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું.. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કર્યું.. પોલીસ અને ઉમેદવારો વચ્ચે જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા તે આપણે સૌએ જોયા છે.. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું. આંદોલન બાદ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. શિક્ષકોની ભરતીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી. 

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી માહિતી

શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરવામાં આવી હતી પરંતુ કમ્પ્યુટર, વ્યાયામ તેમજ સંગીતના શિક્ષકો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ના આવી હતી..તેમની ભરતી અંગે કોઈ જાણકારી આપવામાં આવી ના હતી.. પરંતુ ગઈકાલે શિક્ષણ મંત્રી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી.. સોશિયલ મીડિયા પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાણકારી આપી કે  ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૭૫૦૦ જેટલા શિક્ષણ સહાયકોની ભરતી કરવા જાહેરાત કરેલ છે. જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે