Heart Attackના કિસ્સામાં થયો વધારો! Bhavnagarમાં બન્યો કિસ્સો તો જામનગરથી પણ આવ્યા આવા સમાચાર


  • Published By :
  • Published Date : 2023-11-30 16:29:33

રાજ્યમાં પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. દરરોજ હાર્ટ એટેકના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા છે. કોઈ વખત યુવાનના હાર્ટ એટેકના મોતના સમાચાર વિશે લખીએ છીએ તો કોઈ વખત વિદ્યાર્થીમાં હાર્ટ એટેક આવ્યો અને મોત થયું તે વિશે લખીએ છીએ. ત્યારે ભાવનગરથી  પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. ભાવનગરમાં બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેવી માહિતી સામે આવી છે. એક કિસ્સામાં 20 વર્ષીય યુવાનનું મોત થયું છે જ્યારે બીજી ઘટનામાં 29 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકથી થયું છે તેવી માહિતી સામે આવી છે.


29 વર્ષીય વ્યક્તિનું થયું હાર્ટ એટેકને કારણે મોત

ભાવનગરમાં 29 વર્ષીય કશ્યપ શુક્લનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું. જે યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેમના લગ્ન થોડા દિવસો બાદ થવાના હતા. મીંઢોળ પણ બંધાઈ ગઈ હતી. જ્યાં લગ્ન ગીતો ગવાવાના હતા ત્યાં હવે મરસિયા ગવાઈ રહ્યા છે. યુવકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. બીજા કિસ્સામાં 20 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે. ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા જીગર ચૌધરી નામના વ્યક્તિનું મોત થયું છે. વિદ્યાર્થીને ઉંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો અને મોતને ભેટ્યો. યુવકના અચાનક મોતથી કોલેજમાં તેમજ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.


ફરસાણના વેપારીને આવ્યો હાર્ટ એટેક

તે ઉપરાંત ગઈકાલે પણ જામનગરથી પણ હાર્ટ એટેક આવવાનો કિસ્સો બન્યો હતો. જૈન વિજય ફરસાણના વેપારી 24 વર્ષીય સુમિત પઢીયાર પોતાની પેઢી પર હાજર હતા. તે સમયે અચાનક જ તે ઢળી પડ્યા. હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ટૂંકી સારવાર દરમિયાન સુમિત પઢીયાર મોતને ભેટ્યા. મહત્વનું છે કે હાર્ટ એટેકને કારણે યુવાનોના જીવ પર સંકટ વધી રહ્યું છે.          



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે