જનસભામાં થયેલી નાસભાગ બાદ આંધ્રપ્રદેશ સરકારે કર્યો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-03 15:15:10

આંધ્રપ્રદેશમાં થોડા દિવસો પહેલા પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ જનસભા અને રોડ-શો યોજ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન નાસભાગ મચી હતી. આ નાસભાગને કારણે અનેક લોકોના મોત પણ થયા છે ત્યારે આ ઘટનાને લઈ આંધ્રપ્રદેશ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારે રાજમાર્ગ તેમજ રોડ પર જનસભા અને રેલીઓ પર રોક લગાવી દીધી છે.

jagran


આંધ્રપ્રદેશ સરકારે લીધો નિર્ણય

થોડા દિવસો પહેલા આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબૂ નાયડૂ માટે જનસભા તેમજ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં મોટા પ્રમાણમાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં લોકો હોવાને કારણે નાસભાગ સર્જાઈ હતી. નાસભાગ થવાને કારણે અનેક લોકોના મોત નિપજ્યાં હતા. એક વખત તો આવી ઘટના સર્જાઈ પરંતુ બીજી વખત પણ આવી જ ઘટના સર્જાઈ હતી. પ્રથમ વખત જ્યારે ઘટના બની તે દરમિયાન 8 જેટલા લોકોના મોત થયા હતા જ્યારે બીજી વખતની ઘટનામાં 4 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાને કારણે આંધ્રપ્રદેશ સરકારે એક નિર્ણય કર્યો જેમાં સાર્વજનિક રસ્તાઓ પર તેમજ ગલીઓમાં રોડ-શો તેમજ જનસભાઓ કરવા પર પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યો છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે