કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટનીનો પુત્ર ભાજપમાં જોડાયો, BBC ડોક્યુમેન્ટરી પર ઉઠાવ્યા હતા સવાલ


  • Published By :
  • Published Date : 2023-04-06 18:44:38

ભાજપના સ્થાપના દિવસની ઉજવણી પર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયા છે. તેઓ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન અનિલ એન્ટનીએ કહ્યું કે એક ભારતીય યુવા તરીકે મને લાગે છે કે રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રીય એકતાના PM મોદીના વિઝનમાં યોગદાન આપવું એ મારી જવાબદારી અને ફરજ છે.


BBC ડોક્યુમેન્ટ્રી પર ઉઠાવ્યા હતા સવાલ


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ BBC ડોક્યુમેન્ટ્રી સામે આવ્યા બાદ અનિલ એન્ટની કોંગ્રેસના સ્ટેન્ડ પર સવાલ ઉઠાવ્યા હતા. અનિલે સોશિયલ મીડિયા પર આ વિશે લખ્યું, જે પછી ઘણા કોંગ્રેસી નેતાઓએ તેમની ટીકા કરી. આ પછી અનિલ એન્ટનીએ પોતાના તમામ પદ છોડી દીધા.


ડોક્યુમેન્ટરી દેશની સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડશેઃ અનિલ એન્ટની


એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટનીએ ભાજપને સમર્થન આપતાં કહ્યું હતું કે ભારતીય સંસ્થાઓ પર બ્રિટિશ બ્રોડકાસ્ટરના મંતવ્યો રજૂ કરવાથી દેશની સાર્વભૌમત્વને નુકસાન થશે. તેમણે કહ્યું, 'ભાજપ સાથે મોટા મતભેદો હોવા છતાં, મને લાગે છે કે તેઓ (ભારતમાં) પૂર્વગ્રહોનો લાંબો ઈતિહાસ ધરાવતી રાજ્ય પ્રાયોજિત ચેનલ (ભારતની) બીબીસી જે મંતવ્યો ધરાવે છે, તે આપણા સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે