ગોલ્ડન ટેમ્પલ નજીક ફરી એક વખત થયો બ્લાસ્ટ, પાંચ દિવસમાં ત્રીજી વખત બની બ્લાસ્ટની ઘટના!


  • Published By :
  • Published Date : 2023-05-11 08:50:40

પંજાબના અમૃતસરમાં ફરી એક વખત બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ ગોલ્ડન ટેમ્પલ નજીક થયો છે. છેલ્લા પાંચ દિવસમાં બ્લાસ્ટ થવાની આ ત્રીજી ઘટના છે. બુધવાર મોડી રાત્રે ગોલ્ડન ટેમ્પલ નજીક બ્લાસ્ટ થતાં સ્થાનિકો બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ બ્લાસ્ટ મંદિરના લંગર હોલ નજીક રાત્રે 12.10 વાગ્યાની આસપાસ થયો હતો. ધમાકાનો અવાજ સંભળાતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ બ્લાસ્ટ અંગે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ટીમની સાથે ફોરેન્સિક ટીમ પણ ત્યાં તપાસ કરી રહી છે. મહત્વનું છે કે આની પહેલા શનિવારે તેમજ સોમવારે પણ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી.  

ધમાકા અંગે પોલીસ ભેગા કરી રહી છે પુરાવા!

ગોલ્ડન ટેમ્પલ નજીક ફરી એક વખત બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આની પહેલા 6 મેના રોજ તેમજ 8 મેના રોજ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. ત્યારે ફરી એક વખત ગઈકાલે મોડી રાત્રે અંદાજીત 12-12.30 વાગ્યાની આસપાસ ગોલ્ડન ટેમ્પલ નજીક બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. બ્લાસ્ટ અંગેની માહિતી મળતા પોલીસ અને ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ ધમાકામાં કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તેવી માહિતી સામે આવી નથી. આ બ્લાસ્ટ અંગે પોલીસે કહ્યું કે અશાંતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં  આવી રહ્યો છે. આ ઘટનાને લઈ પોલીસે શંકાસ્પદ લાગતા પાંચ જેટલા લોકોને પકડી પાડ્યા છે. જ્યાં બ્લાસ્ટ થયો તે વિસ્તારને સિલ કરવામાં આવ્યો છે. ધમાકા અંગેના પુરાવા એકત્રિત કરવામાં પોલીસ લાગી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે