ગુજરાતમાં વધુ એક રાષ્ટ્રીય નેતા વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ! રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ બાદ તેજસ્વી યાદવ સામે કરાયો કેસ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-27 09:22:19

થોડા સમય પહેલા રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે વધુ એક નેતા વિરૂદ્ધ માનહાનિનો કેસ ગુજરાતમાં થવા જઈ રહ્યો છે. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે મેટ્રો કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુાસાર હરેશ મહેતા નામના વ્યક્તિએ તેજસ્વી યાદવ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોતાના નિવેદનમાં તેજસ્વી યાદવે ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહ્યા હતા. આ ઠગવાળા કરાયેલા નિવેદન બદલ ફરિયાદ કરવામાં આવી છે. 


ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ કર્યો છે કેસ! 

ગુજરાતમાં અનેક રાજકીય નેતાઓ વિરૂદ્ધ કેસ ચાલી રહ્યા છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેને લઈ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ કરવામાં આવી હતી. આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે મેટ્રો કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ સામે માનહાનિનો કેસ કર્યો હતો. 


ઠગવાળા નિવેદનને લઈ તેજસ્વી યાદવ સામે દાખલ કરાઈ ફરિયાદ!

આ કેસ હજી શાંત નથી પડ્યા ત્યારે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર હરેશ મહેતા નામના વ્યક્તિએ મેટ્રો કોર્ટમાં બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી છે. ગુજરાત અને ગુજરાતીઓને તેજસ્વી યાદવે ઠગ કહ્યા હતા. આ ઠગવાળા નિવેદનને લઈ ફરિયાદ નોંધવામાં  આવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ, ધૂર્ત સહિતના અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યા છે.  22 માર્ચ 2023ના રોજ તેજસ્વી યાદવે નિવેદન આપ્યું હતું. આ મામલે પહેલી મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.                



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે