મોંઘવારીનો વધુ એક માર, ટામેટાના ભાવમાં થયો તોતિંગ વધારો, જાણો કેટલા ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે ટામેટા?


  • Published By :
  • Published Date : 2023-06-27 11:46:39

નાનપણમાં આપણે ગીત ગાતા હતા ટામેટું રે ટામેટું, ઘી ગોળ ખાતું... આ ગીત એટલા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે ટામેટા ભાવ લોકોને રડાવી રહ્યા છે. વરસાદની સિઝન શરૂ થતાં જ શાકભાજીના ભાવોમાં વધારો જોવા મળે છે. સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફાર થતો હોય છે. ત્યારે હાલ ટામેટા ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે. એક કિલો ટામેટા ખરીદવા માટે 80થી 100 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એક તરફ મોંઘવારીની લોકો ત્રસ્ત છે તો બીજી તરફ શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુમાં ભાવ વધવાથી લોકો મોંઘવારીનો ડબલ માર સહન કરી રહ્યા છે.  

100 રુપિયે મળી રહ્યા છે એક કિલો ટામેટા!

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. કોઈ વખત શાકભાજીના ભાવ વધે છે તો કોઈ વખત રાંધણ ગેસના ભાવ વધે છે. કોઈ વખત દૂધના ભાવ વધે તો કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે.ઉનાળાની સિઝનમાં જે પ્રમાણે લીબુંના ભાવ આસમાને પહોચ્યા હતા ત્યારે હવે તેવી સ્થિતિ ટામેટાના ભાવની થઈ છે. 100 રૂપિયા કિલો હાલ ટામેટા બજારોમાં વેચાઈ રહ્યા છે. અંદાજીત એક મહિના પહેલા ટામેટાના 2-5 રૂપિયા મળી રહ્યા હતા જેને કારણે તે વખતે ખેડૂતો રડી રહ્યા હતા. ઓછા ભાવ મળવાને કારણે ખેડૂતોએ પાકને નષ્ટ કરી દીધો હતો. ત્યારે તે ભાવ અને આજના ભાવ જોઈએ તો લગભગ અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો  છે. પહેલા ભાવ સાંભળી ખેડૂતો રડી રહ્યા હતા ત્યારે હવે ટામેટાના ભાવ સાંભળી લોકો રડી રહ્યા છે.  



ભાવ વધારા પાછળ આ કારણ જવાબદાર? 

જો ભાવ વધવાના કારણોની વાત કરવામાં આવે તો ગરમીને પ્રમુખ કારણ માનવામાં આવી રહ્યું છે. અનેક ભાગોમાં આકરી ગરમીને કારણે ટામેટાના પાકને નુકસાન પહોંચ્યું હતું. તે સિવાય વરસાદનું મોડું આગમન થવાને કારણે પાકને નુકસાન પહોંચ્યું હોય. આ વખતે ટામેટાનું વાવેતર ઓછું થયું છે. તે સિવાય પણ અનેક એવા ફેક્ટર છે જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે ખેડૂતોને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે વરસાદ લેટ થવાને કારણે પાણી સૂકાઈ ગયા હતા. જેને લઈ ટામેટાનું ઉત્પાદન ઘટ્યું છે.   



ભાવ વધારો સોશિયલ મીડિયા પર થયો ટ્રેન્ડ

જે વાતોની ચર્ચા થતી હોય તે વસ્તુ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ જતી હોય છે. ત્યારે ટામેટાનો ભાવ વધારો સોશિયલ મીડિયા પર ટેન્ડિંગ લીસ્ટમાં જોવા મળ્યો હતો. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ન માત્ર ટામેટાના પરંતુ આગામી દિવસોમાં અનેક એવા શાકભાજી હશે જેના ભાવમાં વધારો જોવા મળી શકે છે. ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે