સુકેશ ચંદ્રશેખરનો વધુ એક લેટર બોમ્બ , તેમણે કેજરીવાલે પર 50 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-05 19:02:18


સુકેશ ચંદ્રશેખર જે મની લોન્ડરિંગના કેસમાં જેલમાં છે તેને આજે મીડિયાના નામે એક ચિટ્ઠી લખી છે. તેમાં અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. 3 પાનાની ચિટ્ઠીમાં સુકેશે લખ્યું છે- 'હું ઠગ છું, તો કેજરીવાલ મહાઠગ છે. તેમણે રાજ્યસભા સીટના બદલામાં મારી પાસેથી 50 કરોડ રૂપિયા માગ્યા હતા, જે મેં આપ્યા હતા.'


શું આક્ષેપો કર્યા ???


સુકેશએ લેટરમાં લખ્યું  "2016માં એક ડિનર પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ પણ હતા તેમના નિર્દેશ પર મેં કૈલાસ ગેહલોતને અસોલાના એક ફાર્મ હાઉસમાં જઈ 50 કરોડ રૂપિયા આપ્યા હતા. તમને જણાવી દઈએ કૈલાસ હાલ કેજરીવાલ સરકારમાં પરિવહનમંત્રી છે. સુકેશે કહ્યું હતું કે જે પણ જાણકારી આપવામાં આવી છે એ સાચી છે અને આની તપાસ થઈ શકે છે.



" સત્યેન્દ્ર જૈન અને પૂર્વ DG મને જેલમાં ધમકાવી રહ્યા છે "


સુકેશએ એક અન્ય પત્ર પણ લખ્યો છે જેમાં તેને પોતાના વકીલનું નામ છે પત્રમાં લખ્યું છે 1 નવેમ્બરે મેં દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખ્યો. એમાં લખ્યું હતું કે મેં સુખ-સુવિધા ઉપલબ્ધ કરાવવાને બદલે કેજરીવાલ સરકારના જેલમાં બંધ મંત્રી સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા હતા. ઉપરાજ્યપાલને ફરિયાદ કરવા બદલ સત્યેન્દ્ર જૈન અને જેલના તત્કાલીન ડીજી સુકેશને ધમકાવી રહ્યા હતા. લેટરની પુષ્ટિ સુકેશના વકીલે મીડિયા સમક્ષ કરી.

સુકેશે દિલ્હીના એલજીને અપીલ કરી છે કે તેઓ સીબીઆઈને સત્યેન્દ્ર જૈન અને તિહાડ જેલ પ્રશાસન સામે કેસ નોંધવામાં આવે. તેણે કહ્યું હતું કે તે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ તમામ પુરાવા આપવા તૈયાર છે.

જેલ સુરક્ષા પર પણ સવાલ !!!


સુકેશએ વધુમાં કહ્યું કે "જેલમાં સત્યેન્દ્ર જૈન મને મળવા આવતા હતા, તેમણે મને પૂછ્યું કે મેં તેમને આપેલા પૈસા વિશે EDને કંઈ જણાવ્યું છે. 2019માં સત્યેન્દ્ર જૈન મને ફરીથી મળવા આવ્યા. તેના સેક્રેટરીએ મને કહ્યું, જેલમાં સુરક્ષા અને જરૂરિયાતો મેળવવા માટે મારે દર મહિને 2 કરોડ રૂપિયા આપવા પડશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.