TET-TAT ઉમેદવારોના સમર્થનમાં આવ્યા વધુ એક ધારાસભ્ય! YuvrajSinh Jadejaએ કરી ટ્વિટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-13 16:27:34

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. સરકાર સુધી પોતાની વાતને પહોંચાડવા માટે અનેક અલગ અલગ પ્રયાસો કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવવાનું હતું પરંતુ આંદોલનની શરૂઆત થાય તે પહેલા જ ઉમેદવારોને પકડી લેવામાં આવતા હતા. જેને કારણે પોતાની વાત સરકાર સુધી પહોંચાડી શક્તા ન હતા. 

ભાજપના બે ધારાસભ્યોએ લખ્યો શિક્ષણમંત્રીને પત્ર 

ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ અનેક કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કરાર આધારિત ભરતી કરવાના બદલે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષક તરીકેની ભરતી કરવામાં આવે તેવી માગ કરી છે.  ગુજરાત વિધાનસભામાં ભાજપને 156 સીટો મળી છે. ત્યારે 156માંથી ભાજપના અનેક ધારાસભ્યો છે જેઓ ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આવી રહ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કે. કોરડિયાએ સરકારને પત્ર લખી જ્ઞાન સહાયક રદ કરવાની દરખાસ્ત કરી છે. તે ઉપરાંત ધારાસભ્ય હસમુખ પટેલ દ્વારા પણ આ મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે.

Image

સાધુ સંતોને ઉમેદવારોએ લખ્યો હતો પત્ર 

મહત્વનું છે કરાર આધારિત ભરતીનો વિરોધ ઉમેદવારો ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. કોઈ વખત મુખ્યમંત્રીને પત્ર લખે છે તો કોઈ વખત પીએમને પત્ર લખી રજૂઆત કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ વખત હનુમાનજીને પત્ર લખે છે તો કોઈ વખત શિવજીને પત્ર લખે છે. થાળી અને તાળીના માધ્યમથી પણ તેમણે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાધુ-સંતોને પણ પત્ર લખી રજૂઆત ઉમેદવારોએ કરી હતી. 


ઉમેદવારોના સમર્થનમાં આવ્યા અનેક નેતાઓ 

ત્યારે ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આવ્યા છે. શિક્ષક દિવસના દિવસે  જ્યારે ઉમેદવારો રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે તેઓ જોડે હતા. આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તે સિવાય કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી અને અનંત પટેલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ભાવિ શિક્ષકો દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલન શું રંગ લાવે છે?    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે