Gujaratમાં ફરી એક વખત નિર્માણાધીન બ્રિજ ધરાશાયી! Palanpurમાં બનતો બ્રિજ તૂટી પડ્યો, Corruptionને લઈ કોંગ્રેસે ભાજપને ઘેરી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-23 17:19:40

ગુજરાતને વિકાસશીલ રાજ્ય માનવામાં આવે છે. રાજ્યમાં અનેક બ્રિજોનું નિર્માણ થાય છે જેને કારણે લોકોને સુવિધા મળી રહે. પરંતુ અનેક વખત એ પુલના નિર્માણ વખતે દુર્ઘટના સર્જાતી હોય છે અનેક શ્રમિકો માટે તે પ્રાણઘાતક સાબિત થતી હોય છે. ત્યારે વધુ એક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાની ઘટના પાલનપુરથી સામે આવી છે. પાલનપુર આરટીઓ સર્કલ પર નિર્માણાધીન બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો જેની નીચે 3 લોકો દટાયા હોવાની આશંકા છે. તે ઉપરાંત સ્લેબ નીચે ટ્રેક્ટર અને રીક્ષા પણ દબાઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે. અન્ય વાહનોને પણ નુકસાન થયું હોય તેવી માહિતી સામે આવી છે. 


પાલનપુરમાં ભ્રષ્ટાચારી વિકાસ  ધરાશાયી થયો!

રાજ્યમાં અનેક દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. દુર્ઘટનામાં અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે વધુ એક દુર્ઘટના પાલનપુરમાં સર્જાઈ છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નિર્માણ  પામેલા બ્રિજ ધરાશાયી થતા હોય છે અને દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે પાલનપુરમાં એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૈયાર થાય તે પહેલા જ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જૂના આરટીઓ ઓફિસથી અંબાજી જતા ઓવરબ્રિજનો સ્લેબનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. ત્યારે ઓવરબ્રિજ તૂટી પડતા તેની કામગીરી અને મોનિટરિંગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 


કોંગ્રેસે આ વાતને લઈ સરકાર પર કર્યા પ્રહાર 

મહત્વનું છે કે આ દુર્ઘટના બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા આ વાતને લઈ ટ્વિટ કરવામાં આવી છે. કોંગ્રેસે સરકાર પર પ્રહાર કરતા લખ્યું છે કે પાલનપુર આર.ટી.ઓ સર્કલ નજીક નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. આ બ્રિજ નહીં સરકારનો ભ્રષ્ટાચારી વિકાસ પડ્યો છે! જ્યાં સુધી કમલમ જતું કમિશન બંધ નહીં થાય ત્યાં સુધી આવો ભ્રષ્ટારી વિકાસ જ દેખાશે!



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે