સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-26 11:55:30

છેલ્લા અનેક દિવસોથી તિહાર જેલમાં બંધ દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનની સાથે જેલ અધિક્ષક દેખાઈ રહ્યા છે. જેલ અધિક્ષક તેમની સાથે વાત કરતા નજરે પડે છે.  આ જેલ સુપ્રિટેન્ડન્ટને હાલમાં જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  આ વીડિયોને લઈ ભાજપે ફરી એક વખત આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે.

વીડિયોને લઈ ભાજપે કર્યા આપ પર પ્રહાર 

મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં સજા ભોગવી રહ્યા છે. છેલ્લા અનેક દિવસોથી જૈનના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આજે ત્રીજો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાના સેલમાં જેલ અધિક્ષક સાથે વાતચીત કરતા નજરે પડે છે. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈનના વીડિયો વાયરલ થયા છે જેમાં તેઓ બોડી મસાજ કરાવતા નજરે પડે છે જ્યારે બીજા વીડિયોમાં તેઓ સારૂ ભોજન કરતા અને ફળ ખાતા નજરે પડ્યા હતા. ભાજપે સત્યેન્દ્ર જૈનના વીડિયો પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલે ટ્વિટ કરી હતી. ઉપરાંત સત્યેન્દ્ર જૈનના રાજીનામાની માગ કરી હતી. જો કે જમાવટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે