અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદનને લઈ માફી માગી, કહ્યું મારી ભૂલ હતી શરત ચૂક હતી....


  • Published By :
  • Published Date : 2024-03-16 10:41:31

અનેક વખત રાજનેતાઓ એવા નિવેદનો આપી દેતા હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. પહેલા નિવેદન આપી દે છે અને વિવાદ વધતા માફી માગી લે છે. મારી ભૂલ છે હું સ્વીકારું છું.. આવું રાજનેતાઓ ઘણી ઓછી વાર બોલતા હોય છે. પહેલા બોલી લે છે અને પછી માફી માગી લે છે. બોલ્યા પછી રાજનેતાઓને ખ્યાલ આવે છે કે આવું ના બોલાય! આવું જ કંઈક રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી સાથે થયું. થોડા દિવસો પહેલા તેમણે પાટીદાર સમાજને લઈ નિવેદન આપ્યું હતું અને હવે તેમણે તે માટે માફી માગી છે. પાટીદાર સમાજ માટે આપવામાં આવેલા નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો. 

પાટીદાર સંસ્થા માટે આપ્યું હતું આ નિવેદન

થોડા દિવસ પહેલા મહેસાણામાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે નિવેદન આપ્યું હતું અને તે નિવેદનને કારણે વિવાદ થયો હતો. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ છે અને સેવાનું મહત્વ ઘટી રહ્યું છે. સાથે જ પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. 

પાટીદાર સમાજ માટે આપેલા નિવેદનને લઈ માગી માફી! 

વિપુલ ચૌધરીના આ નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો! ત્યારે વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ વિશે કરેલા નિવેદન બાદ માફી માંગી છે.  તેમણે કહ્યું કે મારી ભૂલ હતી, શરત ચૂક હતી, દિલગીરી વ્યક્ત કરું છું. ખાનગી કરણ એ ચિંતાનો વિષય છે. મે મારી ચિંતામાં શિક્ષણ ક્ષેત્રમાં જે સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી. દિલગીરી વ્યક્ત કરું છું. મહત્વનું છે કે નિવેદન આપતા પહેલા નેતાઓ નથી વિચારતા કે તે બોલી શું રહ્યા છે અને જ્યારે વિવાદ વધે છે તે બાદ તે માફી માગી  મામલો શાંત પાડવાની કોશિશ કરે છે.!



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે