અર્બુદા સેનાનું મહાસંમેલન બનાસકાંઠાના પેછડાલ ગામે યોજાયું, આગેવાનોએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 18:19:16

મહેસાણાની દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડને લઈ ચૌધરી સમાજમાં જબરદસ્ત આક્રોશ છે. આજે બનાસકાંઠા જિલ્લાના પેછડાલ ગામે  અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં બનાસકાંઠા સહિત 4 જિલ્લાના ચૌધરી સમાજના આગેવાનો અને મહિલાઓ હાજર રહી હતી. સંમેલનમાં સમાજના અગ્રણીઓએ વિપુલ ચૌધરીની ધરપકડનો ઉગ્ર શબ્દોમાં વિરોધ કર્યો હતો. 


ભાજપના રાજકીય કાર્યક્રમોના વિરોધની ચિમકી


અર્બુદા સેનાના મહાસંમેલનમાં દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, આપના દિયોદર વિધાનસભા ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી, આપના ડીસા વિધાનસભાના ઉમેદવાર રમેશ ચૌધરી સહિત અર્બુદા સેનાના આગેવાનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતાં. આ નેતાઓએ ભાજપની ગોરવયાત્રા પર પ્રહારો કર્યા હતા અર્બુદા સેનાના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ સરદાર પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો અમે ભાજપના રાજકીય કાર્યક્રમોનો વિરોધ કરીશું. તો બીજી તરફ ડીસા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રમેશ પટેલે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, વિપુલ ચૌધરીને મુક્ત કરાવવા માટે 20મી તારીખે જામીન અંગે નિર્ણય કરવામાં આવશે. જો તેમ નહીં થાય તો 45 દિવસમાં ભાજપના ગરબા ઘરે આવશે. મોગજીભાઈ ચૌધરીએ આકરા શબ્દોમાં  કહ્યું કે જો ભાજપ અમારી દિવાળી બગાડશે તો અમે તેમની દેવ દિવાળી બગડશું તે નક્કી છે. 


ગાંધીનગરમાં 30 તારીખે યોજાશે મહાપંચાયત


આ મહાસંમેલનમાં ચૌધરી સમાજના અગ્રણીઓ દ્વારા આગામી 30 તારીખે ગાંધીનગર ખાતે મહાપંચાયત યોજાવવાનું આહવાન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમાં સમગ્ર ગુજરાતમાંથી 2 લાખ લોકો  હાજરી આપશે. મહાપંચાયતમાં 2022ની વિધાનસભાની રણનીતિ નક્કી કરવામાં આવશે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે