સિક્કિમમાં આર્મી ટ્રકને નડ્યો અકસ્માત, 16 જવાનો થયા શહીદ


  • Published By :
  • Published Date : 2022-12-23 16:41:12

સિક્કિમમાં એક મોટી રોડ દુર્ઘટના ઘટી છે. આર્મી જવાનોને લઈ જઈ રહેલી ટ્રક ખાઈમાં પડી ગઈ છે. આ ઘટનામાં 16 જવાનો શહીદ થયા છે. મળતી માહિતી અનુસાર સાંકડા વળાંક પાસે આવેલી ખીણમાં બસ પડી ગઈ હતી. આ ઘટનામાં 16 જવાનો શહીદ થઈ ગયા છે જ્યારે 4 જવાનો ઘાયલ થયા છે. 




હેલિકોપ્ટરની મદદથી કરાયું રેસ્ક્યું ઓપરેશન 

આ ઘટનામાં 3 આર્મીના વાહનો હતા. ત્રણે વાહનો સવારે થંગૂ તરફ જઈ રહ્યા હતા. પીઆરઓ ડિફેન્સ લેફ્ટિનેંટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે જેમાના રસ્તા પર આવેલા વળાંક પર આ દુર્ઘટના સર્જાઈ છે. ખાઈમાં આ બસ ધકેલાઈ જતા રેસ્ક્યું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરની મદદથી ઘાયલ થયેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત મૃત્યુ પામેલા જવાનોને પણ હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. 


વડાપ્રધાન મોદીએ અને રાજનાથસિંહે દુખ વ્યક્ત કર્યું 

આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ઘાયલ થયેલા  જવાનો જલ્દી સાજા થાય તે અંગે પ્રાર્થના કરી છે. ઉપરાંત ઘટનામાં મૃત્યુ પામનાર જવાનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે સાથે સાથે ઘાયલ જવાનોને 50-50 હજાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનાને લઈ રાજનાથસિંહે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે