કેન્દ્રના વટહુકમ વિરૂદ્ધ વિપક્ષને એક કરવા અરવિંદ કેજરીવાલનો પ્રયાસ! મમતા બેનર્જી બાદ કેજરીવાલે કરી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત!


  • Published By :
  • Published Date : 2023-05-24 16:25:26

અરવિંદ કેજરીવાલ એક બાદ એક વિપક્ષના નેતાઓની સાથે મુલાકાત કરી રહ્યા છે. ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. ત્યારે આજે અરવિંદ કેજરીવાલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે દિલ્હીમાં સરકારી અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો મામલો ગરમાયો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ કેન્દ્રના વટહુકમ સામે દેશવ્યાપી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.

  

ઉદ્ધવ ઠાકરે સાથે અરવિંદ કેજરીવાલે કરી બેઠક!

દિલ્હીના  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અનેક દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી કેન્દ્રના વટહુકમનો વિરોધ કરી રહ્યા છે.દિલ્હીમાં સરકારી અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો મામલો ગરમાયો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીએ કેન્દ્રના વટહુકમ સામે દેશવ્યાપી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. ગઈકાલે કેજરીવાલે મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી ત્યારે આજે ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરી હતી. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. ઉદ્ધવ ઠાકરેના ઘરે અરવિંદ કેજરીવાલે બેઠક કરી હતી. બેઠક દરમિયાન સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે ગુરૂવારે શરદ પવાર સાથે પણ મુલાકાત કરવાના છે. 


કેન્દ્ર સરકાર પર ઉદ્ધવ ઠાકરેના પ્રહાર!

બેઠક બાદ મહારાષ્ટ્રના પૂર્વ સીએમે કહ્યું કે આપણે બધા દેશ અને લોકશાહીને બચાવવા માટે સાથે આવ્યા છીએ. મને લાગે છે કે આપણે વિરોધી પક્ષો ન કહેવા જોઈએ હકીકતમાં તેઓ (કેન્દ્ર)ને વિરોધી કહેવા જોઈએ. કારણ કે તેઓ લોકશાહી અને બંધારણની વિરૂદ્ધ છે. અરવિંદ કેજરીવાલને ઉદ્ધવ ઠાકરેનું સમર્થન મળ્યું છે. આની પહેલા મમતા બેનર્જીએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.  

ममता बनर्जी ने कहा कि भाजपा को लगता है कि वे देश का नाम बदलकर पार्टी का नाम रख सकते हैं।

(મમતા બેનર્જી સાથે અરવિંદ કેજરીવાલની બેઠક)

મમતાએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

AAP નેતાઓ સાથેની મમતા બેનર્જીની મુલાકાત બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, કોંગ્રેસ આ સમગ્ર વિવાદથી દૂર રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર 'નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટી'ની રચના માટે એક વટહુકમ લાવી છે. આ વટહુકમને કાયદેસર બનાવવા માટે છ મહિનામાં સંસદમાંથી પસાર કરાવવું જરૂરી છે. જો કે, જો તેને છ મહિનામાં સંસદ દ્વારા પસાર કરવામાં નહીં આવે, તો આ વટહુકમ આપોઆપ સમાપ્ત થઈ જશે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ કેજરીવાલ સરકારના કેસમાં દિલ્હી સરકારના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. જેમાં ચૂંટાયેલી સરકારને અધિકારીઓની બદલી-પોસ્ટિંગનો અધિકાર આપવામાં આવ્યો હતો.

21 मई को बिहार के मुख्यमंत्री नीतीश कुमार दिल्ली के CM अरविंद केजरीवाल से मिले थे।

(નીતિશ કુમાર સાથે અરવિંદ કેજરીવાલની બેઠક)

રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુુન ખડગે સાથે કરી હતી બેઠક!

મહત્વનું છે કે મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરતા પહેલા અરવિંદ કેજરીવાલે 21 મેના રોજ નીતિશ કુમાર સાથે બેઠક કરી હતી. નીતિશ કુમારે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું. તે બાદ કેજરીવાલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. કોંગ્રેસે પણ આ મુદ્દે કેજરીવાલના સમર્થનમાં હોવાની વાત કરી હતી.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.