ચૂંટણી જીતવા અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 16:21:25

જૂની પેન્શન યોજના ફરી લાગૂ કરવા કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. એક બાદ એક વિભાગના અધિકારીઓ ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા છે. આ પરિસ્થિતિનો લાભ રાજકીય પાર્ટીઓ લઈ રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે છે. પોતાની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ગુજરાતમાં જો આપની સરકાર આવશે તો ગુજરાતમાં જૂની પેંશન યોજના લાગુ કરવામાં આવશે.


ગુજરાતમાં આપને મોકો આપવા તેમણે કરી અપીલ

પોતાની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે સત્તામાં આમ આદમી પાર્ટીને લાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે અમે ગુજરાતના લોકોની મોંઘવારી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઈચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય.


કેજરીવાલે ભાજપને ગણાવી અહંકારી 

કેજરીવાલે વધુમાં કહ્યું સરકારી કર્મચારી દુ:ખી છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર ઓપીએસ લાગુ કરે તો સારી વાત, નહીં કરે તો અમે સત્તા પર આવતાજ સ્કીમ લાગુ કરીશું. 27 વર્ષની અહંકારી ભાજપ સરકારને હટાવવા તમામ સરકારી કર્મચારી કામે લાગી જાય. આ બંને પાર્ટી મને આતંકવાદી કહે છે. મને ગાળો બોલે છે.



કેજરીવાલે યાદ અપાવ્યા વચનો 

કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે અમે વીજળી મફત આપીશું. સરકારી સ્કુલ વધુ સારી આપીશું. આ વચનનો તેમને વિરોધ છે. કેજરીવાલ ચોર છે ભ્રષ્ટારી છે તેઓ કહી રહ્યા છે. આંદોલન કરી રહેલા આંદોલનકારીઓના  તમામ મુદ્દાનું  અમે સમાધાન કરીશું. એરપોર્ટ પર મોદી મોદીના નારા લાગ્યા. 30, 40 લોકોએ મારી સામે મોદીના નારા લગાવ્યા. જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે મોદી-મોદી નારા નથી લાગતા. મારી સામે જ નારા લાગે છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે