કેજરીવાલના ઊંઝા પ્રવાસ પહેલા વિરોધ, મંદિરમાં પ્રવેશવા ન દેવા હિંદુ સંગઠન મક્કમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 20:39:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજયના વિવિધ ભાગોમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.  કેજરીવાલ આવતીકાલે 17 ઓક્ટોબરે ઊંઝાનો પ્રવાસ કરશે. જો કે આ તેમની ઉંઝા મુલાકાત પહેલા વધુ એક વિવાદ સામે આવ્યો છે. 


કેજરીવાલને ઉમિયા મંદિરમાં પ્રવેશ નહીં આપવા માગ


અરવિંદ કેજરીવાલને ઉમિયા માતાજી મંદિરમાં પ્રવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા  ઉમિયા માતાજી સંસ્થાનને લેખિત પત્ર આપીને મંદિરમાં પ્રવેશ નહીં આપવા માગ કરવામાં આવી હતી..મંદિરને રાજકીય અખાડો ન બનાવીને સરભરા નહીં કરવા માંગણી કરી હતી. પત્રમાં AAPના મંત્રીઓ અને નેતાઓ હિન્દુ દેવી દેવતામાં આસ્થા નહીં રાખતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પત્ર કોણે લખ્યો છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઇ નથી.આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે મંદિરમાં પ્રવેશ મુદ્દે ઉમિયા માતાજી સંસ્થાનને શું નિર્ણય લીધો તે જાણી શકાયું નથી.


AAP નેતા ગોપાલ ઈટાલીયા રાજેન્દ્ર પાલ ગૌતમને લઈ થયો હતો વિવાદ


અત્રે ઉલ્લખેનીય છે કે દિલ્લીના પૂર્વ મંત્રી અને AAP નેતા રાજેન્દ્ર પાલ ગૌતમની ધર્માંતરણના કાર્યક્રમમાં હાજરી અને હિન્દૂ દેવી-દેવતામાં આસ્થા નહીં રાખવાના શપથને કારણે આમ આદમી પાર્ટી અને કેજરીવાલની છબી ખરડાઈ છે. આ ઉપરાંત ગોપાલ ઈટાલીયાનો પણ એક જૂનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેણે કહ્યું  હતું કે મહિલાઓએ મંદિરમાં અને કથામાં ન જવું જોઈએ, કેમ કે ત્યાં મહિલાઓનું શોષણ થાય છે.આ બે બાબતોને કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે