અરવિંદ કેજરીવાલ ફરી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 13:21:09

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ગુજરાત ના પ્રવાસ પર આવી રહ્યા છે . અરવિંદ કજરીવાલ આ વખતે અમદાવાદ માં 2 દિવસ માટે આવી રહ્યા છે . તેઓ 12 અને 13 સપ્ટેમ્બર ના રોજ અમદાવાદ ના પ્રવાસએ હશે . આજે સાંજે તેઓ અમદાવાદ એરપોર્ટ આવશે અને અમદાવાદ રાત્રિ રોકાણ કરશે . 

Congress not in picture in Gujarat: Arvind Kejriwal - The Hindu


ચુંટણી ને લઈ ને ‘આપ’ સક્રિય 

સોમવારે અરવિંદ કેજરીવાલ રિક્ષાચાલકો , વકીલો , સફાઈકર્મચારી અને વેપારિયો સાથે સંવાદ કરશે અને 13 સપ્ટેમ્બરના રોજ  અરવિંદ કેજરીવાલ કઈ નવી ગેરંટી જનતાને આપશે . ઉપરાંત જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાત ના પ્રવાસએ છે ત્યારે તેમની હાજરી માં આપ માં કેટલાક નવા જોઇનિંગ પણ થસે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર લડવાની તૈયારી કરી લીધી છે જેને લઈને કેજરીવાલના ગુજરાતના આંટાફેરા વધ્યા છે. એમ તો વિધાનસભા ની ચુંટણી ને હવે ગણતરી ના મહિનાઓ બાકી છે ત્યારે રાજકીય પક્ષ ના નેતાઓ એક બાદ એક ગુજરાત ના પ્રવાસએ આવી રહ્યા છે . આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પુરેપુરી સક્રિય જોવા મળી રહી છે. ત્યારે આ ચુંટણી માં દ્વિપક્ષીય નહીં પરંતુ ત્રિપક્ષીય જંગ જોવા  મળશે. 

Ahead of Gujarat polls, Arvind Kejriwal promises 24x7 power supply, jobs |  Latest News India - Hindustan Times


કેજરીવાલની ગેરંટીઓ 

ImageImage

ગુજરાતના મતદારોને લુભાવવા માટે કેજરીવાલ ફ્રી વીજળી, બેરોજગારી ભથ્થુ, ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને વચનોની લ્હાણી કરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કેજરીવાલ, યુવાનો, મહિલાઓ, આદિવાસીઓ અને વેપારીઓને વિવિધ ગેરંટી આપી ચુકેલા કેજરીવાલે તેમની ગત ગુજરાત મુલાકાત વખતે ખેડૂતો માટે જાહેરાત કરી હતી. ત્યારે ફરી આ વખતે પણ તેઓ ગુજરાત ની જનતાને એક નવી ગેરંટી આપશે તેવું આપ ના નેતા ઇસુદાન ગઢવી એ જાહેર કરિયું છે .


https://youtu.be/U7XNdKVo79w



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.