માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી આ તારીખે વિધિવત્ત રીતે થશે ભાજપના, ભાજપમાં જોડાયા પછી કરશે ભાજપના ગુણગાન!


  • Published By :
  • Published Date : 2024-03-11 16:28:32

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓ, પૂર્વ ધારાસભ્યો, કાર્યકર્તાઓ પોતાની પાર્ટીનો સાથ છોડી કેસરિયો ધારણ કરી રહ્યા છે. કોંગ્રેસ, અપક્ષ તેમજ આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે ઉપરાંત પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી ભાજપમાં 14 માર્ચે જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે. 14 માર્ચે તે કેસરિયો ધારણ કરવાના છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમણે પોતાના પક્ષમાંથી તેમજ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. મહત્વનું છે કે આની પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપરૂપી ગંગામાં પવિત્ર થવા માટે ડૂબકી લગાવી દીધી છે. 


ધારાસભ્યો રાજીનામું આપી કરી રહ્યા છે કેસરિયો ધારણ!

ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. દરેક મતદાતાએ પોતાના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યને મત આપી જીતાડી દીધા. મતદાતા જ્યારે મતદાન કરતા હોય છે ત્યારે તે વિચારતા હોય છે કે તેમણે આ પક્ષના ધારાસભ્યને જીતાડ્યા છે અને આગામી પાંચ વર્ષ સુધી તે જ તેમના ધારાસભ્ય રહેશે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે અને પક્ષપલટો કરી રહ્યા છે. થોડા સમયથી આવા સમાચાર આવવા સામાન્ય બની ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમજ અપક્ષના ધારાસભ્યો પોતાના પદને છોડી જઈ રહ્યા છે. 



અરવિંદ લાડાણી 14 માર્ચે ભાજપમાં જોડાશે

ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. આજે મહેશ વસાવા અને મહેશ પટેલ ભાજપમાં જોડાયા હતા અને 14 માર્ચે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કેસરિયો ધારણ કરવાના છે તેવી માહિતી સામે આવી છે. અરવિંદ લાડાણીએ જ્યારે પોતાનું પદ છોડ્યું તે બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે મતદાતાઓએ તેમને પ્રેશર આપ્યું અને તે બાદ તેમણે પોતાનું પદ છોડ્યું. થોડા સમય પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા તેમજ અંબરીશ ડેર સહિત હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. મહત્વનું છે કે જ્યારે કોઈ ધારાસભ્ય પોતાના પદને છોડે છે ત્યારે તે પોતાના મતદાતાઓ સાથે વિશ્વાસઘાત કરતા હોય છે. 

     



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.