ભાદરવી પૂનમ નજીક આવતા અંબાજી મંદિર ભક્તિના રંગમાં રંગાયું, ચાચર ચોકમાં ભક્તોએ કર્યા ગરબા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-22 11:08:06

ભાદરવી પૂનમ દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં મોટી જનમેદની ઉમટતી હોય છે. અનેક માઈભક્તો એવા હોય છે જે પગપાળા યાત્રા કરી માતાજીના મંદિરે પહોંચતા હોય છે. રસ્તામાં અનેક સુવિધા, રાહત શિબિરોની વ્યવસ્થા કરવામાં આવે છે. ભાદરવી પૂનમના મેળાને લઈ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. અંબાજી મંદિર દ્વારા અનેક માઈભક્તોના વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. એ વીડિયોમાં માતાજી સમક્ષ ભક્તો ગરબા કરી રહ્યા છે. ચાચર ચોકમાં માતાજીના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે. અનેક ગરબાઓમાં પારંપારિક લોકનૃત્યની ઝાંખી પણ જોવા મળે છે. 

ભાદરવી પૂનમને લઈ મંદિરમાં ઉમટી જનમેદની 

"બોલ મારી અંબે જય જય અંબે"... ના નાદથી અંબાજી મંદિર થોડા દિવસો બાદ ગુંજી ઉઠવાનું છે. અંબાજી મંદિર તરફ જતા રસ્તાઓ પર તો આ નાદ સંભળાય છે પરંતુ ચાચર ચોકમાં પણ ભક્તો પહોંચી રહ્યા છે. ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં દર્શન કરવા મોટી જનમેદની ઉમટતી હોય છે. લાખો ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. અલગ અલગ જગ્યાઓ પરથી માઈ ભક્તો અંબાજી મંદિર પહોંચતા હોય છે. લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. અંબાજી મંદિરમાં સામાન્ય રીતે પણ ભીડ રહેતી હોય છે પરંતુ પૂનમના દિવસે અનેક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં માઈભક્તો ચાચર ચોકમાં ગરબે ઘૂમી રહ્યા છે. 


મંદિરના સમયમાં કરાયો છે ફેરફાર!

ભાદરવી પૂનમને ધ્યાનમાં રાખી મંદિરના ટાઈમિંગમાં પણ ફેરફાર કરવામાં  આવ્યો છે. ભાદરવી પૂનમને લઈ શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની આરતી 6.00થી 6.30 કલાકે, 6.30થી 11.30 કલાક, રાજભોગના દર્શન બપોરે 12 વાગ્યે થશે. બપોરે 12.30થી 5.0 કલાક દરમિયાન દર્શનનો સમય રહેશે. સાંજની આરતી 7.00થી 7.30 કલાક સુધીનો છે.    


લોકમેળાને લઈ કરાયું વિશેષ આયોજન 

ભાદરવી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અનેક જગ્યાઓથી પગપાળા સંઘો શક્તિપીઠ અંબાજી તરફ જતા હોય છે. 23થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે. ભાદરવી પૂનમના દિવસે માઈમંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટતી હોય છે. ખાસ કરીને શક્તિપીઠોમાં મોટી સંખ્યામાં  જનમેદની જોવા મળતી હોય છે. ભાદરવી પૂનમનો મેળો ગુજરાતમાં યોજાતા લોકમેળાઓમાનો એક પ્રખ્યાત લોકમેળો. લોકમેળાને લઈને મંદિર તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેળા દરમિયાન  ભક્તોના ઘસારાને ધ્યાનમાં રાખી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 


23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો છે લોકમેળો 

શક્તિપીઠોમાં દર્શન કરવાનો મહત્વ તો અનેરો હોય છે. પરંતુ જો તે દર્શન પૂનમના દિવસે અથવા તો નવરાત્રી દરમિયાન કરવામાં આવે તો તેનો મહિમા વિશેષ થઈ જાય છે તેવું ભક્તો સામાન્ય રીતે માનતા હોય છે. નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ ઉમટતી હોય છે. ત્યારે ભાદરવી પૂનમ દરમિયાન ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં મેળો ભરાય છે. 23થી 29 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે. અનેક શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ પણ કાઢતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમ પહેલા મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.