છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9 હજાર જેટલા કોરોના કેસ, 27 જેટલા લોકોએ ગુમાવ્યો કોરોનાને કારણે જીવ


  • Published By :
  • Published Date : 2023-04-17 12:12:17

દેશમાં કોરોના સંક્રમણને લઈ આંશિક રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે. સતત બીજા દિવસે કોરોનાના ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9 હજાર 111 કેસ સામે આવ્યા છે જ્યારે 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કોરોના કેસમાં વધારો થતાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 60 હજારને પાર પહોંચી ગઈ છે. શનિવારે નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો 10 હજાર 93 કેસ સામે આવ્યા હતા.


કોરોનાના નોંધાયા 9 હજારથી વધુ કેસ 

કોરોના કેસને લઈ જે આંકડા સામે આવી રહ્યા છે તે ડરાવી દે તેવા છે. થોડા દિવસોથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક વખત કોરોના કેસનો આંકડો 7 હજારની આસપાસ નોંધાતો હતો. તો તે બાદ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. એક સમયે કોરોના કેસ 11 હજારને પાર નોંધાયા હતા. ત્યારે બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9 હજાર 111 કેસ નોંધાયા છે. પરંતુ કોરોનાને કારણે લોકોના મોત થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 27 જે઼ટલા લોકોના મોત થઈ ગયા છે. 


કેન્દ્ર સરકાર પણ કોરોના કેસ વધતા થઈ એક્ટિવ  

કેરળમાં કોરોનાના 2287 કેસ નોંધાયા છે જ્યારે ત્યાં 4 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના 1634 જેટલા કેસ નોંધાયા છે જ્યારે 3 જેટલા લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશથી 706 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રથી 650 કેસ સામે આવ્યા છે અને ત્યાં બે લોકોના મોત થયા છે. ત્યારે વધતા કોરોના કેસને લઈ અનેક રાજ્યોએ અનેક જગ્યાઓ  પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે